પોરબંદર

પોરબંદર જીલ્લા ના તલાટીઓ ના વિવિધ પ્રશ્ને ને લઇ ને તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ડીડીઓ ને આવેદન પાઠવાયું છે.

પોરબંદર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ડીડીઓ ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે.કે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળની તા. ૭/૦૯ ના રોજ મળેલ કારોબારી સભામા થયેલ ચર્ચા મુજબ તલાટી કમ મંત્રી કેડરને લગતા સરકારમા પડતર રહેલ પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની વારંવારની રજુઆતો છતા પણ કોઇ સુખદ ઉકેલ આવ્યો નથી.જેથી આ કારોબારીમા સર્વાનુમતે નક્કિ થયા મુજબ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી આગામી સમયમા વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામા આવશે.

જેમાં રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ એમના રજૂઆત મુજબ નાં પડતર પ્રશ્નો નું નિરાકરણ ના આવે ત્યાં સુધી પોતાના ખાનગી મોબાઈલ માં સરકારી કચેરી કે અધિકારી, કર્મચારી સાથે જોડાયેલા તમામ વોટ્સેપ ગ્રુપમાં થી એક સાથે રિમુવ થશે.તેમજ વોટ્સેપ નાં માધ્યમથી કોઈપણ જાતની માહિતી કે પ્રત્યુત્તર તાલુકા જિલ્લા કે અન્ય કચેરીને વ્યક્તિગત પણ આપશે નહીં.

તા ૨૦ /૯ એ તમામ તલાટી મંત્રી ઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે.તા ૨૭/૯ એ તમામ તલાટી મંત્રી ઓ ફરજ પર હાજર રહી પેનડાઉન કાર્યક્રમ કરશે.તા ૦૧/૧૦ એ તમામ તલાટી મંત્રી ઓ માસ સી. એલ. મુકી સ્થાનિક તાલુકા કચેરી એ બેનર સાથે દેખાવો કરશે.તથા તે દિવસ થી જ તમામ તલાટી મંત્રી ઓ તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી તથા મહેસુલી કામગીરી નો તલાટી મંત્રી કેડર નાં પડતર પ્રશ્નો નું નિરાકરણ ના આવે ત્યાં સુધી બહિષ્કાર કરશે.

તા ૦૭/૧૦એ તમામ તલાટી મંત્રીઓ પોતાના જિલ્લા તલાટી મંત્રી મંડળ ની આગેવાની માં જિલ્લા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે એક દિવસના ધરણાં કરશે,તથા તા ૧૨/૧૦ એ તમામ તલાટી મંત્રી ઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના ધરણા કરશે.અને તેમ છતાં પ્રશ્નોનો નિકાલ ન થાય તો અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરશે.

આવેદન પાઠવવામાં મોટી સંખ્યા માં તલાટી મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નોની માંગણીને લઇને ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળના આદેશ અનુસાર આવેદન આપ્યું હતું.ત્યારે આ તકે તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ રમેશભાઈ તરખાલા એ જણાવ્યું હતું કે સરકાર તરફથી પડતર માંગણીઓનો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે તો રાજ્ય મંડળ ના આદેશ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement