પોરબંદર
પોરબંદર જીલ્લા માં ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે આજ થી રજીસ્ટ્રેશન શરુ કરાયું હતું.જો કે ગ્રામ્ય કક્ષા એ વિસીઇ ની હડતાલ ના કારણે ખેડૂતો એ ફરજીયાત તાલુકા કેન્દ્ર ખાતે નોંધણી કરાવવા ધક્કો થયો હતો.અને અહી પણ સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી હતી.

પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન ની કામગીરી નો આજ થી પ્રારંભ થયો છે.પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકા ના ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડ ખાતે તેમજ રાણાવાવ તાલુકા ના ખેડૂતો માટે રાણાવાવ પુરવઠા વિભાગ ગોડાઉન તથા કુતિયાણા તાલુકા ના ખેડૂતો માટે પણ કુતિયાણા પુરવઠા વિભાગ ના ગોડાઉન ખાતે રજીસ્ટ્રેશન ની કામગીરી શરુ કરવામાં આવી છે.

પોરબંદર જીલ્લા ના ૧૩૦ વીસીઈ હડતાલ પર હોવાથી ગ્રામ્ય કક્ષા એ રજીસ્ટ્રેશન કામગીરી થઇ સકી ન હતી.ખેડૂતો ને ફરજીયાત તાલુકા કેન્દ્ર ખાતે જ નોંધણી માટે ધકો થયો હતો.તેમાં પણ સર્વર ડાઉન થવાથી ખેડૂતો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.

ત્રણેય નોંધણી કેન્દ્ર ખાતે ખેડૂતોનો ધસારો ન થાય તે માટે ટોકન પ્રથા અમલ માં મૂકી હતી.જેમાં પોરબંદર ખાતે 400 ખેડૂતો ને ટોકન અપાયા હતા.જેમાંથી ૩૮ ખેડૂતો નું રજીસ્ટ્રેશન થયું હતું.કુતિયાણા ખાતે માત્ર બે ખેડૂત આવતા બન્ને નું  રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.સૌથી વધુ હાલાકી રાણાવાવ ખાતે ના કેન્દ્ર ખાતે ખેડૂતો ને પડી હતી.અહી સવાર થી ખેડૂતો રજીસ્ટ્રેશન માટે આવી પહોંચ્યા હતા.અને ૧૫૬ ખેડૂતો ને ટોકન નું વિતરણ પણ કરાયું હતું પરંતુ સર્વર ડાઉન થવાના લીધે માત્ર ૧૩ જ ખેડૂતો નું રજીસ્ટ્રેશન શક્ય બન્યું હતું.જેથી ખેડૂતો માં ભારે રોષ જોવા મળતો હતો.

Advertisement