પોરબંદર
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ તથા પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી. જે.સી.કોઠીયા તથા કમલાબાગ પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટર એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એચ.એન.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સીસથી ચોક્કસ હકીકત આધારે કમલાબાગ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ એ- ૧૧૨૧૮૦૦૯૨૦૧૦૦૪/૨૦૨૦ આઇ.પી.સી કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના નાસતા ફરતા આરોપી અશરફ ઉફે અસ્લમ રસુલભાઇ મકવાણા ઉવ.૨૬ રહે. હાલ ડારી ગામ મસ્તાના પીરની દરગાહ પાસે કાસમ ઇસ્માઇલના મકાનમાં તા.વેરાવળ જી.ગીરસોમનાથ મુળ રહે. જેસાપરા પ્લોટ ગરબીચોકની બાજુમાં માળીયા હાટીના જી.જુનાગઢવાળાને ડારી ગામ જી.ગીરસોમનાથ મુકામેથી પકડી પાડી અત્રે પોરબંદર મુકામે લાવી મજકુરનો COVID-19 રિપોર્ટ કરાવી જે નેગેટીવ આવતા આજરોજ તા.૨૮/૦૯/૨૦૨૦ના ધોરણસર અટક કરવામા આવેલ છે.

કમલાબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં પાર્ટ એ.-૧૧૨૧૮૦૦૯૨૦૧૦૦૪/૨૦૨૦ આઇ.પી.સી કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના આ કામે બનાવની હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી નીલેષ ગોપાલદાસ રયારેલા જાતે લોહાણા ઉ.વ.૪૨ ધંધો ફ્રુટનો રહે.નવાપરા સ્વસ્તિક પાર્ક છાયા પોરબંદરવાળાએ ગઇ તા.૦૨/૦૬/૨૦૨૦ ના રોજ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે આ કામના આરોપીઓએ ગઇ તા.૦૪/૦૩/૨૦૨૦ના રોજ ફરી સાથે લગ્ન કરી લગ્ન પેટે રૂ.૧૫૦૦૦૦/- છોકરી પક્ષનાઓએ લઇ તથા રૂ.૮૦૦૦/- આરોપી અશરફ ઉફે અસ્લમ એ લગ્ન પેટે લઇ ત્યારબાદ લગ્ન થઇ ગયેલ હોવા છતા આરોપી તનુ દિનેશભાઇ પટેલ નાઓએ અન્ય વ્યકિત સાથે લગ્ન કરાવવાનુ નકકી કરી આરોપીઓએ એકબીજા સાથે મદદગારી કરી ફરીયાદી સાથે છેતરપીડી અને વિશ્વાસધાત કરી ગુન્હો કરેલ હોય જેમા મજકુર અશરફ ઉફે અસ્લમ રસુલભાઇ મકવાણા ગુન્હો રજી. થયા બાદ થી આજ દિન સુધી ફરાર હોય તેને પકડી પાડવામા કમલાબાગ પોલીસને સફળતા મળેલ છે.

આરોપી :-
અશરફ ઉફે અસ્લમ રસુલભાઇ મકવાણા ઉવ.૨૬ રહે. હાલ ડારી ગામ મસ્તાના પીરની દરગાહ પાસે કાસમ ઇસ્માઇલના મકાનમાં તા.વેરાવળ જી.ગીરસોમનાથ મુળ રહે. જેસાપરા પ્લોટ ગરબીચોકની બાજુમાં માળીયા હાટીના જી.જુનાગઢ

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી
કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટરશ્રી એન.એન.રબારી તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. એચ.એન.ચુડાસમા તથા એ.એસ.આઇ. વીરમભાઇ , પો.હેડ.કોન્સ, જીણાભાઇ તથા પો.કોન્સ. વિજયભાઇ, ભીમશીભાઇ, કનકસિંહ, વિરેન્દ્રસીંહ,અક્ષયભાઇ,વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

Advertisement