Friday, September 30, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ચાલુ બાઈકે વાત કરતા શખ્શ ને અટકાવતા ટ્રાફિક શાખા ની એએસઆઈ ની ફરજ માં રુકાવટ

પોરબંદર

પોરબંદર માં ચાલુ બાઈકે વાત કરતા શખ્શ ને અટકાવવા જતા એએસઆઈ ની ફરજ માં રુકાવટ ની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર ની ટ્રાફિક શાખા માં એએસઆઈ તરીકે ફરજ બજાવતા બળવંતભાઈ રણછોડભાઈ મહેતા (ઉવ ૫૬)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ ગઈ કાલે ટ્રાફિક બ્રિગેડ ના જવાનો સાથે મામા કોઠા ચાર રસ્તા પર આવેલ ફિક્સ પોઈન્ટ પર ફરજ બજાવી રહ્યા હતા.તે દરમ્યાન વોરાવાડ માં આવેલ રાઠોડ ફળિયા માં રહેતો મહમ્મદ ઈદ્રીસભાઈ ત્રવાડી નામનો શખ્શ ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરતા પસાર થયો હતો.આથી તેઓએ તેને અટકાવ્યો હતો.અને દંડ ભરવા જણાવતા તે શખ્શ ઉશ્કેરાઈ ગયો હતો.અને જેમ તેમ વર્તન કરવા લાગ્યો હતો.આથી બળવંતભાઈએ તેને ટ્રાફિક ના નિયમનો ભંગ કર્યો હોવાનું સમજાવવા જતા મહમ્મદ વધુ ઉશ્કેરાયો હતો.અને તેઓને ધક્કો મારી ફરજ માં રુકાવટ કરી હતી.બનાવ બનતા લોકો ના ટોળા એકત્ર થઇ ગયા હતા.અને પોલીસે તુરંત મહમ્મદ ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે