પોરબંદર
પોરબંદર જીલ્લા પોલીસ અધીક્ષક ડૉ.રવી મોહન સૈની તથા નાયબ પોલીસ અધીક્ષક જે.સી.કોઠીયા એ પોલીસ સ્ટેશનમા આવતા અરજદારોની રજુઆતો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે ઉદ્યોગનગર પો.સ્ટે.મા એ.એસ.આઇ. જે.પી. નંદાણીયા નાઓ પી.એસ.ઓ. ફરજ પર હાજર હતા.તે દરમ્યાન અરજદાર રોનકભાઇ ભનુભાઇ યોગી ઉ. વ.૩૦ રહ.દ્વારકા બીરલા સોસાયટી વાળાઓએ પો.સ્ટે. આવી જાણ કરેલ કે, પોતે દ્વારકાથી અહી લગ્ન પ્રસંગમા આવેલ હોય.અને પોતાના ફ્રેન્ડને મૂકવા માટે નરસંગટેકરી ગયેલ હોય તે દરમ્યાન પોતાનો મોબાઇલ ફોન સેમસંગ કંપનીનો નોટ ૧૦ પ્લસ કી.રૂ.૫૦,૦૦૦/- નો નરસગં ટેકરી આસ-પાસ પડી ગયેલ હોય.

જેની તપાસ કરતા મળી આવેલ ન હોય. તેવુ જણાવતા ફરજ પરના પી.એસ.ઓ. દ્વારા નરસગં ટેકરી પોઇન્ટ પર ફરજ પરના પોલીસ સ્ટાફને આ બાબતની જાણ કરતા ત્યા ફરજ પરના SRD સભ્ય મયરુ જાદિભાઇ ચૌહાણ નાઓએ નરસગં ટેકરી આસ-પાસ તપાસ કરતા અરજદારનો પડી ગયેલ મોબાઇલ ફોન શોધતા મળી આવતા અરજદારને પો.સ્ટે. બોલાવી અરજદારને તેમનો મોબાઇલ ફોન SRD સભ્ય દ્વારા પરત સોંપેલ છે. આમ, પોલીસ સાથે ફરજ બજાવતા SRD સભ્યએ નિષ્ઠાવાન ફરજનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.

Advertisement