પોરબંદર

અન્ય જિલ્લાની જેમ પોરબંદરના લારી ધારકોને પણ રાત્રે 9 સુધી પાર્સલ સુવિધા માટે છૂટ આપવામાં આવે તેવી માંગ સાથે રેકડી ધારકો એ યુથ કોંગ્રેસ ના આગેવાનો ને સાથે રાખી કલેકટર ને આવેદન પાઠવ્યું છે.
પોરબંદરમાં રેસ્ટોરન્ટમા રાત્રે 9 સુધી પાર્સલ સુવિધા અંગે છૂટ આપવામાં આવી છે.ત્યારે ખાણીપીણીના લારી કેબીન ધારકોને માત્ર બપોરે 3 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે.હાલ કોરોનાને પગલે છેલ્લા ઘણા સમયથી લારી ધારકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે.લારી કેબીન ધારકો એક તરફ મંદીના માહોલ માંથી પસાર થઈ રહ્યા છે.

તો બીજી તરફ કોરોનાને કારણે માત્ર બપોર સુધી જ લારી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.અન્ય જિલ્લાઓ ખાતે રાત્રે 9 સુધી પાર્સલ સુવિધા માટે છૂટ છે.પરંતુ પોરબંદર માં લારી ધારકોને બપોરે 3 વાગ્યા સુધી જ છૂટ છે.જે વ્યાજબી ન કહેવાય.જેથી ખાણીપીણીના લારી કેબીન ધારકોને પણ રાત્રીના 9 સુધી પાર્સલ સુવિધા ચાલુ રાખવાની છૂટ આપવી જોઈએ તેવી માંગ કરાઈ છે.