Friday, September 30, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં કોવીશિલ્ડનો જથ્થો ખલાસ થતા અનેક લોકો પરત:આજે જથ્થો ફાળવાય તેવી શક્યતા

પોરબંદર

પોરબંદરમાં પ્રિકોશન ડોઝ લેવા માટે લોકો નો ઘસારો થયો છે. પરંતુ કોવીશિલ્ડ વેકસીનનો જથ્થો ખાલી થઇ જતા અનેક લોકો રસી લીધા વગર પરત ફર્યા હતા. આજે મંગળવારે તેનો જથ્થો આવે તેવી શક્યતા આરોગ્ય વિભાગે વ્યક્ત કરી છે.

પોરબંદર માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા.15 જુલાઈથી 75 દિવસ માટે 18 થી 59 વર્ષની વય ધરાવતા નાગરિકોને વિનામૂલ્યે કોરોના વેક્સીન નો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. પ્રીકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવતો હોવાથી મોટી સંખ્યા માં લોકો વેક્સીન લઇ રહ્યા છે. જીલ્લા માં કુલ 437746 લોકો એ વેક્સીન ના બન્ને ડોઝ લઈ લીધા છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 53735 લોકો એ પ્રિકોશન ડોઝ લીધા છે.

જયારે છેલ્લા ત્રણ દિવસ માં 18 થી 59 વર્ષની વય ધરાવતા 4850 લોકો એ પ્રિકોશન ડોઝ લીધા છે. જો કે કોવીશિલ્ડ વેકશીનનો જથ્થો ખાલી થયો છે. જેથી તેનો પ્રીકોશન ડોઝ લેવા આવનાર વેક્સીન લીધા વગર પરત ફરી ફર્યા હતા. આરોગ્ય વિભાગના વર્તુળો એ આપેલ માહિતી મુજબ આજે સોમવારે 22 સ્થળે વેક્સીન આપવાની કામગીરી કરાઈ હતી. પરંતુ માત્ર માધવપુરના આરોગ્ય કેન્દ્ર માં અને વંદે ગુજરાત રથયાત્રા માં કોવીશિલ્ડ વેકસીનના ૧૦૦-૧૦૦ ડોઝ છે.  બાકીના કેન્દ્ર ખાતે કોવી શિલ્ડ નથી. આજે મંગળવારે કોવીશિલ્ડ ની ફાળવણી થાય તેવી શક્યતા છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે