પોરબંદર

પોરબંદર માધવાણી કોલેજ ના અર્થશાસ્ત્ર વિષય ના વિદ્યાર્થી પાંડાવદરા હિરેન અને પાંડાવદરા કરણ રાજીવનગર પાસે ના સર્વિસ રોડ પર ચાલી ને કોલેજે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે પુંજાભાઈ ઓડેદરા નામના વ્યક્તિ નું પાકીટ તેને રસ્તા પર થી મળી આવ્યું હતું.જે તેઓ બન્ને એ કોલેજે આવી અને કોલેજ ના પ્રો ડો.લાખીબેન ઓડેદરા ને આપ્યું હતું.પાકીટ માં રોકડ રકમ તથા પુંજાભાઈ ના મહત્વ ના ડોક્યુમેન્ટસ હતા.આથી લાખીબેને પુંજાભાઈ ને શોધી તેમનું પાકીટ પરત કર્યું હતું.આથી પુંજાભાઈ તથા તેમના ધર્મપત્ની એ કોલેજીયન યુવાનો તથા પ્રો લાખીબેન નો આભાર માન્યો હતો.યુવાનો ની ઈમાનદારી જોઈ ને લાખીબેને બન્ને યુવાનો ને ૫૦૦-૫૦૦ રૂપિયા તથા પુંજાભાઈ એ પણ બન્ને ને ૧૦૧-૧૦૧ રૂપિયા પ્રોત્સાહન રૂપે આપ્યા હતા.કોલેજ ના અન્ય વિદ્યાર્થીઓ એ પણ આ બન્ને યુવાનો ની ઈમાનદારી ને બિરદાવી હતી.