પોરબંદર

પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા આજે વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો છેલ્લા 3 વર્ષમાં પકડાયેલ રૂપીયા 68,38,171 ની કિંમતની 41,747 બોટલ-બિયરના ટીન પર બુલડોઝર ફેરવવા માં આવ્યુ હતું

પોરબંદર શહેરમાં અસામાજીક તત્વો દ્વારા અવારનવાર દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે. દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પોલીસ ઝડપી લે છે અને વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કરે છે. છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો પોરબંદર જિલ્લાની પોલીસે લાખો રૂપીયાનો વિદેશી દારૂની બોટલો કબ્જે કરી હતી અને પૂ. મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસે જ શહેરમાં આવેલ ઈન્દીરાનગર પાછળના વિસ્તારમાં દરિયાકાંઠે 3 વર્ષથી કબ્જે કરાયેલ મુદ્દામાલ એટલે કે વિદેશી દારૂની બોટલને નાશ કરવાનું આયોજન કર્યું હતું. જિલ્લા પોલીસ દ્વારા 4 ટ્રક મારફત 41,747 વિદેશી દારૂ અને બિયરની બોટલો સમુદ્રકાંઠે લઈ આવવામાં આવી હતી. જિલ્લાના પ્રાંત અધિકારી પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં 68,38,171 લાખની વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો.

 

Advertisement