પોરબંદર

પોરબંદર પોલીટેકનીક માં વિદ્યાર્થીઓ ના વિવિધ પ્રશ્ને એબીવીપી દ્વારા આચાર્ય ને આવેદન પાઠવ્યું હતું અને પંદર દિવસ માં નિરાકરણ નહી થાય તો કોલેજ ને તાળાબંધી ની ચીમકી પણ અપાઈ છે
પોરબંદર એબીવીપી દ્વારા દ્વારા પોરબંદરની ગવર્મેન્ટ પોલીટેકનિક ખાતે આચાર્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓનાં હિતનાં પ્રશ્નો જેવાં કે કેન્ટીન ચાલું કરવાં અને પોલીટેકનિક કોલેજ ના બ્લોક-એ ની જર્જરિત ઈમારત તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં પાણી ન આવવા બાબતે રજુઆત કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ વિભાગમાં પુરતાં સાધનો ન હોવાથી વિદ્યાર્થીઓ પ્રેકટીકલ કરવામાં હાલાકી ભોગવવી પડી રહી હતી અને સબમિશન ન લેવામાં આવ્યું હતું અને જે પ્રેકટીકલ કરાવેલ નથી તેના પ્રોજેક્ટ સબ્મીટ કરવાનું પ્રોફેસર દ્વારા કહેવામાં આવ્યું હતું ઉપરાંત પ્રોજેકટ સબ્મીટ ન કરતાં સબમિશન ન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને વધારે કામ આપવાની જાણ એબીવીપી ને થતાં એબીવીપી દ્વારા પ્રિન્સિપાલનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.જો આ પ્રશ્નોના નિરાકરણ ના આવે તો 15 દિવસોમાં એબીવીપી દ્વારા તાળાબંધી કારવામાં આવશે.આ તાળાબંધીની સંપુર્ણપણે જવાબદારી ગવર્મેન્ટ પોલીટેકનિકનાં આચાર્યની રહેશે તેવી રજુઆત કરવામાં આવી હતી. જેમા નગરમંત્રી લખન જાડેજા, સહમંત્રી રવિ બોખિરિયા, કેમ્પસ પ્રમુખ પ્રતાપ પરમાર તથા કાર્યલય મંત્રી યશ મોઢવાડિયા સહનગર કેમ્પસ પ્રમુખ વિશાલ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement