પોરબંદર

પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા એ એક યાદી માં જણાવ્યું છે કે, પોરબંદર નગરપાલિકા ભારતીય જનતા પક્ષ સાશિત બોડી છે. પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા એ તાજેતર માં નગરપાલિકાના તમામ કાઉન્સીલરો જોડે એક મીટીંગ રાખવામાં આવી હતી . જેમાં તેઓ તરફથી સુચના આપવામાં આવેલ છે કે, શહેરના લોકોના રોજિંદી સેવાઓ જેવી કે, લાઈટ, પાણી, ગટર અને સફાઈ ના પ્રશ્નો હોય છે જેનો ઝડપી અને સમયમર્યાદામાં નિકાલ કરવા માટે નગરપાલિકા કચેરી ખાતે નાગરીક સુવિધા કેન્દ્ર હાલ ચાલુ છે જેમાં એક જવાબદાર કર્મચારીને જવાબદારી સોંપીને લોકોની આવતી લાઈટ, પાણી, ગટર અને સફાઈ ની આવતી રોજિંદી ફરીયાદોનો નિકાલ થાય તે માટેનું આયોજન ગોઠવેલ હોય, જેથી આ પ્રેસનોટ થી પોરબંદરના શહેરીજનોને ધ્યાન દોરવામાં આવે છે કે તેમની લાઈટ, પાણી, ગટર અને સફાઈ ની ફરીયાદો નગરપાલિકાના નાગરીક સુવિધા કેન્દ્ર ના ટેલીફોન નં ૦૨૮૬ – ૨ર૪૬૪૪૩  તથા ટેલીફોન નં.૦૨૮૮-૨૨૪૦૯૩૮ ઉપર સંપર્ક કરીને નાગરીકોએ તેમની ફરીયાદો નોંધાવવી. મળેલ ફરીયાદો અન્વયે લગતી શાખા આપની આવેલી ફરીયાદ નો ત્વરિત નિકાલ કરવાની કાર્યવાહી કરશે. જે બાબત ધ્યાને લઈ આપણું શહેર સ્વચ્છ અને સ્વસ્થ રહે તે માટે પ્રજા ને સહયોગ આપવા પણ વિનંતી કરી છે.

Advertisement