પોરબંદર
પોરબંદર માં લાંબા સમયથી વેરો બાકી હોય તેવા ત્રણ આસામીઓ ની મિલકત પાલિકા દ્વારા સીલ કરાઈ છે.જેમાં એક રહેણાંક અને બે કોમર્શીયલ મિલકત નો સમાવેશ થાય છે.

પોરબંદર પાલિકા ના કુલ ૨૨ કરોડ ના વેરા માંથી અત્યાર સુધી માં માત્ર 8 કરોડ જેટલી જ વસુલાત થઇ શકી છે.આથી વેરા વસુલાત કડક બનાવવા પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ છે.જેમાં જે મિલકત ધારકોનો લાંબા સમય થી વેરો બાકી હોય તેઓને નોટિસો પાઠવી તાત્કાલિક વેરો ભરી જવા જણાવ્યું હતું.તેમ છતાં વેરો ન ભરનાર મિલકત ધારકો સામે પાલિકા તંત્ર દ્વારા મિલકત સીલ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત વધુ ત્રણ મિલકત ધારકોની મિલકત સીલ કરી દીધી છે.જેમાં વિપ્ર મુલજી રાધવજી,કેશવ દેવચંદ લુક્કા અને વિજયાબેન પ્રાણજીવન લાખાણી નો કુલ રૂ. 1,99,092 નો વેરો બાકી હતો.જેથી ત્રણેય મિલકત સીલ કરાઈ છે.જેમાં બે કોમર્શીયલ અને એક રહેણાંક મિલકત નો સમાવેશ થાય છે.પાલિકા હાઉસટેક્સ વિભાગના અધિકારી સુરેશભાઈ શિયાળએ વેરો બાકી હોય તેવા મિલકત ધારકો ને વહેલી તકે વેરો ભરી જવા અપીલ કરી છે.અને વેરો ન ભરનાર મિલકત ધારકો ની મિલકત સીલ ની કાર્યવાહી આગામી સમય માં પણ ચાલુ રહેશે તેવું જણાવ્યું છે.

Advertisement