પોરબંદર
પોરબંદર પાલિકા દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તાર માં ચેકિંગ હાથ ધરી અને ૧૨૫ કિલો પ્લાસ્ટિક અને ચા ની ૫૦૦૦ જેટલી પ્યાલી જપ્ત કરી હતી તેમજ ૨૦૦૦ રૂપિયા દંડ પણ વસુલ કર્યો હતો
કેન્દ્ર સરકાર દ્વારા ૫૦ માઈક્રોનથી પાતળા પ્લાસ્ટીકની કેરી બેગ ઉપર પ્રતિબંધ કરેલ છે. જે અનુસંધાને પોરબંદર નગરપાલિકા દ્વારા ૫૦ માઈક્રોન થી પાતળા પ્લાસ્ટીક બેગ, પ્લાસ્ટીકના પાન પીસ, ચા ની પ્યાલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જે અનુસંધાને પોરબંદર નગરપાલિકાના આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા પોરબંદરના જુદા જુદા વિસ્તારમાં આવેલ જથ્થાબંધ પ્લાસ્ટીકની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવેલ આ ચેકીંગ દરમ્યાન પ્રતિબંધિત પ્લાસ્ટીક, પાનપીસ, ચા ની પ્યાલીઓ અંદાજે ૧૨૫ કિલો તેમજ પ્લાસ્ટીક ચા ની પ્યાલી અંદાજે ૫૦૦૦ નંગ જપ્ત કરવામાં આવેલ અને તમામ ધંધાર્થીઓ પાસેથી રૂ.૨૦૦૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. આ પ્રકારની કાર્યવાહી અવિરત ચાલુ રહેશે.તેવું પણ પાલિકા ના અધિકારીઓ એ જણાવ્યું છે તેમજ પ્રતિબંધીત પ્લાસ્ટીક, કેરીબેગ, પાનપીસ, ચા ની પ્યાલીઓનું વેચાણ કે સંગ્રહ ન કરવા અપીલ કરી અને આ કાર્યવાહીમાં પ્રજાજનોને સહકાર આપવા અનુરોધ કર્યો છે.

Advertisement