Friday, September 30, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ની શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ નર્સિંગ કોલેજખાતે ” લેમ્પ લાઈટીંગ અને ઓથ સેરેમની” કાર્યક્રમ સંપન્ન

પોરબંદર

ભગવાન શ્રીસ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખેલ આજ્ઞા પ્રમાણે અમારા આશ્રિતોએ રોગ પીડિત વ્યક્તિઓની સેવા કરવી તે બાબતને લક્ષ્યમાં રાખીને શ્રીસ્વામિનારાયણ ગુરૂકુલ,છાયા દ્વારા સંચાલિત અને વર્ષ ૨૦૧૭ થી શરૂ થયેલ ઈન્ડીયન નર્સિંગ કાઉન્સિલ,ન્યુ દિલ્હી,ગુજરાત નર્સિંગ કાઉન્સિલ,અમદાવાદ,ભકતકવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી, જુનાગઢ અને ગુજરાત સરકાર માન્ય પોરબંદર જિલ્લાની એક માત્ર શ્રીસ્વામિનારાયણ આર.પી.બદિયાણી એન્ડ એસ.આર.બદિયાણી ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, છાયાની પાંચમી બેચના નર્સિંગના વિદ્યાર્થીઓનો લેમ્પ લાઇટીંગ પ્રોગ્રામ અને ઓથ સેરેમની સમ્પન્ન થઈ હતી.

આ પ્રસંગે પુજય શ્રીવસંતકુમાર મહારાજશ્રીએ પોતાના શુભાશિષ પ્રવચન આપતા શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ, છાયાના તબક્કાવાર થયેલ શૈક્ષણિક પરિણામલક્ષી ગતિ-પ્રગતિને બિરદાવી હતી તથા શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ, છાયા સંસ્થામાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિના પરિણામની સાથે શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીની અથાગ મહેનત અને પરિશ્રમને ધન્યવાદ આપ્યા હતા.તો વિદેશ સ્થિત સંસ્થાના ટ્રસ્ટી દિપકભાઈ ડી. જટાણીયાની નિષ્કામભાવ અને નિઃસ્વાર્થભાવથી સમર્પિત સેવાને શુભાશિષ સાથે બિરદાવી હતી.

સંસ્થાના ટ્રસ્ટી પદુભાઈ રાયચૂરાએ ગુરુકુલ સંસ્થા અને શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી આ નર્સિંગ કોલેજ અને અન્ય કોલેજો પણ સેવાભાવથી ચલાવી રહ્યા છે.ત્યારે સમાજમાં શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયની સમાજ અને શિક્ષણ સેવાથી પ્રભાવિત બની હું અને શ્રીહરસુખભાઈ બુધ્ધદેવ આ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે જોડાયો છું.તેનું મને ગૌરવ છે.અમારે દિપકભાઈ જટાણીયા લંડન રહીને સંસ્થાની ગતિ-પ્રગતિ માટે ચિંતા કરે છે.તેમજ નર્સિંગની દિકરીઓને ૩૦ થી ૩૫ લાખના વાર્ષિક પેકેજ સાથે યુ.કે. માં જોબ ઓફર ગુજરાતની એકમાત્ર આ નર્સિંગ કોલેજ જ કરે છે.જેનો લાભ પણ વિદ્યાર્થીઓએ લેવી જોઈએ.

ગુરુકુલ સંસ્થાના અઘ્યક્ષ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ, શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી, રાજકોટ, પૂજારી સ્વામી વિવેકસાગરદાસજી, રાજકોટ, શાસ્ત્રી સ્વામી નારાયન્નસ્વરૂપદાસજી, ખીરસરા ગુરુકુલ ઉપસ્થિત રહ્યા હતા.નર્સિંગ કોલેજના મુખ્યદાતા અવિનાશભાઈ બદિયાણી,જીતેન્દ્રભાઈ બદીયાણી,પ્રદિપભાઈ વસાણી, સંસ્થાની ગતિ-પ્રગતિ માટે સતત ચિંતન અને માર્ગદર્શક દાતા અને ટ્રસ્ટી દિપકભાઈ જટાણીયા,લંડન-યુ.કે., તથા દેશ-વિદેશના દાતાઓએ યુટ્યુબના માધ્યમથી આ ઓથ સેરેમની તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો.અને આ ભવ્ય કાર્યક્રમના આયોજન બદલ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.

સંસ્થાના ટ્રસ્ટી પદુભાઈ કે. રાયચુરા,હરસુખભાઈ બુધ્ધદેવ, ભીમભાઈ ઓડેદરા, કેશુભાઈ ગરેજા, ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, ડૉ.સુરેશભાઈ ગાંધી, ડો.જયેન્દ્રભાઈ કારીયા, અબ્બાસભાઈ, સુદામા પ્લાયવુડ, ડો. દિવ્યા ડાગા, C.D.M.O., ભાવસિંહજી જનરલ હોસ્પિટલ, પોરબંદર, ડૉ. વિપુલ મોઢા, ડો.ધર્મેશ પારેખ, આકાશભાઈ વિઠલાણી,આનંદભાઈ પી. વસાણી ખાસ ઉપસ્થિત રહી આ પેરામેડીકલ અભ્યાસક્રમનો આ વિસ્તારના વિદ્યાર્થીઓને સુવિધા સમ્પન્ન લાભ આપવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

નર્સિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે લેમ્પ લાઈટીંગ અને ઓથ સેરેમની એ એક નર્સિંગ સ્ટુડન્ટના જીવનનો મહત્વપૂર્ણ સંસ્કાર છે. નર્સિંગ કોલેજના A.N.M., G.N.M., B.Sc.(N) ની પાંચમી બેંચના ૧૪૦ વિદ્યાર્થીઓના દીપ પ્રજ્વલિત કરાવવામાં આવ્યા હતા.જેમાં મેડીકલ એજ્યુકેશન પ્રાપ્ત કરેલ હોય તે જ વિધાર્થીઓને દીપ પ્રજ્વલિત કરાવે છે અને તે માટે ડો.સુરેશભાઈ ગાંધી , ડો.જયેન્દ્રભાઈ કારીયા , ડો. દિવ્યા ડાગા, C.D.M.o., ભાવસિંહજી જનરલ હોસ્પિટલ, પોરબંદર, ડો. વિપુલ મોઢા, ડો.ધર્મેશ પારેખ, નર્સિંગ કોલેજના ડાયરેકટર અરવિંદભાઈ રાજયગુરુ, નર્સિંગ કોલેજના અઘ્યાપકના હસ્તે નર્સિંગ સ્ટુડન્ટ્સને દીપ પ્રાગટ્ય કરાવેલ અને ત્યાર બાદ નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સીપાલ તન્વીબેન સુખાનંદીએ દરેક વિધાર્થીઓને ઓથ-સૌગંદવિધિ કરાવેલ.

આ સોગંદવિધિના સમયે પોતાના સંતાનોમાં થઈ રહેલ આમૂલ પરિવર્તનના સાક્ષી બનવા માટે નર્સિંગ સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ પણ ખાસ હાજર રહ્યા હતા.આ પ્રસંગે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓનો ભ્રવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપસ્થિત મહેમાનોએ મન ભરીને માણ્યો હતો. વર્ષ : ૨૦૨૦ માં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, અમદાવાદ દ્વારા ફાઈનલ પરીક્ષામાં મોઢવાડીયા શિતલ અરજણભાઈએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાનની સાથે ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સંસ્થા તથા પોરબંદર જિલ્લાનું નામ રોશન કરેલ હોય,આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનીત કરવામાં આવેલ. શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલ, છાયા–પોરબંદર અને રાણાવાવના તમામ પ્રિન્સીપાલો તથા તમામ સ્ટાફસભ્યો ઉપસ્થિત રહી ઓથ લેનાર તમામ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે