પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

તા.૩૧/૦૮/૨૦૨૧ ના રોજ પ્રીતીબેન નિતેષ ભાવનાણી રહે. લક્ષ્મીનગર સોસાયટી પોરબંદરવાળાનુ સોનાનુ દોઢ તોલાનુ બ્રેસલેટ લક્ષ્મીનગર સોસાયટીમાં રસ્તામાં કયાક પડી ગયું હતું. જેની તેઓએ કમલાબાગ પોલીસ સ્ટેશન આવી જાણ કરતા જે અનુસંધાને સોનાનું બ્રેસલેટ શોધી કાઢવા માટે કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. એમ.એન.દવે ના સૂચના અન્વયે કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પો.સબ.ઈન્સ એ.એ.મકવાણા તથા સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે બનાવવાળી જગ્યાએ જઇ ખરાઇ કરતા અને સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા જેમાં એક ઇસમ રોડ ઉપર પડેલ બ્રેસલેટ લેતો જોવામાં આવેલ.જે ઇસમને પો.કોન્સ અક્ષયકુમાર જગતસીંહ ઝાલાએ ઓળખી બતાવેલ હોય.જેથી મજકુરને પોલીસ સ્ટેશન બોલાવી પુછપરછ કરતા તેને રસ્તા માંથી આ સોનાનું બ્રેસલેટ મળેલ હોય.પરંતુ કોનુ હોય તે જાણતો ન હોય.જેથી આ અંગે સર્વેલન્સ સ્કવોડની ટીમ દ્વારા સદર સોનાનુ બ્રેસલેટ પ્રીતીબેનને તેના પરીવારના સભ્યોની હાજરીમાં સોપી આપેલ છે. અને તેઓએ કમલાબાગ પોલીસ સ્ટેશનનો આભાર માનેલ છે.

Advertisement