પોરબંદર
પોરબંદર ના એમજી રોડ પર આવેલ સ્ટુડિયો પર એક માનસિક અસ્થિર જેવા જણાતા શખ્શ દ્વારા એક અઠવાડિયા માં ચાર વખત પથ્થર મારો કરી નુકશાન કર્યું હતું.જે સીસીટીવી કેમેરા માં કેદ થઇ જતા સ્ટુડિયો માલિક દ્વારા પોલીસ ને જાણ કરતા પોલીસે તેને માનસિક અસ્થિર લોકો માટે ના આશ્રમ માં મોકલી આપ્યો હતો.

પોરબંદર શહેર એ ટ્રેન માર્ગે છેલ્લું સ્ટેશન હોવાથી વિવિધ રાજ્યો ના અનેક માનસિક અસ્થિર શખ્સો ટ્રેન મારફત પોરબંદર આવી પહોંચે છે.જેમાં કેટલાક પાગલ વ્યક્તિઓ અવારનવાર શહેર ના મુખ્ય માર્ગો પર તોફાને ચડતા પણ નજરે ચડે છે.અગાઉ કેટલાક માનસિક અસ્થિર શખ્શો રસ્તા પર લોકોને મારવા દોડતા હોવાના બનાવ પણ બન્યા છે.

ત્યારે એક માનસિક અસ્થિર જણાતા શખ્શે એમ જઈ રોડ પર આવેલ દીપક સ્ટુડિયો ને ટાર્ગેટ બનાવ્યો હોય તેમ અઠવાડિયામાં ચાર વખત સ્ટુડિયો પર પથ્થર ફેંકી કાચના એલિવેશને નુકશાન પહોચાડ્યું હતું.જેથી સ્ટુડિયો માલિક સંજયભાઈ દાસાણી એ આ અંગે પોલીસને જાણ કરી હતી.અને સ્ટુડિયો ની બહાર ના ભાગે સીસીટીવી કેમેરો મુક્યો હતો.જેમા એક માનસિક અસ્થિર જણાતો શખ્શ વહેલી સવારે આવી પથ્થર મારી ચાલ્યો જતો હોવાનું નજરે ચડ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તેને પકડી લીધો હતો.અને પાગલ આશ્રમ ખાતે સોપી દેવાયો હતો.

જુઓ આ વિડીયો 

Advertisement