પોરબંદર
પોરબંદરના સોઢાણા ગામે વર્તુ નદીમાંથી મીઠી રેતિની ખનીજચોરી નો પદાર્ફાશ કરીને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાર શખ્સો સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.જો કે ખનીજચોરી ઝડપી લેવાની જેની જવાબદારી છે તે ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ ઘોર નિંદ્રા માં હોય અથવા તો આ ખનીજચોરી સામે કોઈ અગમ્ય કારણોસર આંખ આડા કાન કરતા હોય તેવું સમગ્ર પંથક માં ચર્ચાઈ રહ્યું છે
પોરબંદર પંથક માં દરિયાકાંઠે થી દરિયાઈ રેતી ની ચોરી ઉપરાંત નદીઓ માં થી મીઠી રેતી ની ચોરી પણ બેફામ ચાલી રહી છે પોલીસ દ્વારા અગાઉ બે જગ્યા એ થી દરિયાઈ રેતી ચોરી ઝડપી લીધા બાદ ગઈ કાલે પોરબંદર ક્રાઈમ બ્રાંચ ની ટીમે બાતમી ના આધારે પોરબંદર ના બરડા પંથક ના સોઢાણા ગામના પાદર માં આવેલ વર્તુ નદી કાંઠે દરોડો પાડ્યો હતો જ્યાં સોઢાણા ગામના ના નવા વણકરવાસમાં રહેતો જયમલ મસરી ખરા અને પંકજ નથુ ખરા ચારણસીમ વાડીવિસ્તારમાં રહેતો વિજય હમીર કારાવદરા, રાજુ નાથા કારાવદરા વગેરે બે ટ્રેકટર અને બે ટ્રેઇલરમાં વર્તુ નદીમાંથી મીઠી રેતિનું ખનન કરી લઈ જતા હતા પોલીસે આ શખ્સો પાસે થી ૬ ટન રેતિ તથા ચાર પાવડા સહિત 7 લાખ 1 હજાર 700નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે અને ચારેય શખ્શો સામે ગુન્હો નોંધ્યો છે જો કે ખનીજચોરી અટકાવવાની જેની જવાબદારી છે તે ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ ઊંઘ માં હોય અથવા ખનીજચોરી સામે ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરતા હોય તેમ ખનીજચોરી ના દરેક કૌભાંડ નો પોલીસ દ્વારા જ પર્દાફાશ કરવામાં આવે છે અને બાદ માં જયારે માપણી માટે બોલાવવામાં આવે છે ત્યારે ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ માપણી કરી અને પોતાની ફરજ બજાવ્યા નો સંતોષ માની લે છે.

Advertisement