પોરબંદર

પોરબંદર ના સુભાષનગર વિસ્તાર માં છેલા પંદર દિવસ થી પાલિકા દ્વારા પીવાના પાણી નું વિતરણ ન કરાતા આજે આ વિસ્તાર ની મહિલાઓ રણચંડી બની હતી અને ૧૦૦ થી વધુ મહિલાઓ એ પાલિકા નો ઘેરાવ કર્યો હતો અંતે પ્રમુખે ૨૪ કલાક માં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો

પોરબંદરના  સુભાષનગર વિસ્તાર માં  છેલ્લા ૧૫  દિવસથી પાલિકા દ્વારા પાણીનું વિતરણ કરવામાં ન આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો  પાલિકા દ્વારા પાણી વિતરણ કરવાનું બંધ થતા લોકોને પાણી માટે દુર આવેલી ડંકીઓ  સુધી  જવું પડે છે, પરંતુ આ વિસ્તાર સમુદ્ર થી નજીક હોવાથી ડંકીઓ માં  પણ ખુબ ખારું   પાણી આવે છે   જેના કારણે આ વિસ્તાર ના લોકો ને છેલા કેટલાક દિવસો થી  પાણી વેચાતું લેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી આ  અંગે રજુઆતો કરવા છતાં યોગ્ય ન થતા  કંટાળી અને આજે એ વિસ્તાર ની ૧૦૦ થી વધુ મહિલાઓ રણચંડી બની હતી અને ઉગ્ર રોષ સાથે પાલિકા એ ઘસી ગઈ હતી સાથે સ્થાનિક યુવાનો અને આગેવાનો પણ પાલિકા એ રજૂઆત કરવા દોડી ગયા હતા અને પોતાના વિસ્તાર ના સુધરાઈ સભ્ય અશોક ભાદ્રેચા જ પાલિકા પ્રમુખ હોવા છતાં પ્રમુખ ના  વિસ્તાર માં જ પીવા ના પાણી નો વિકટ પ્રશ્ન સર્જાયો છે  તેવું જણાવી  પાલિકા ના પટાંગણ માં ઉગ્ર રોષ સાથે સુત્રોચ્ચાર પણ કર્યા હતા અને આક્રોશ પૂર્વક એવું જણાવ્યું હતું કે  આ વિસ્તારમાં પાણીના ટાંકાની રીક્ષાઓ બોલાવવી પડે છે અને 250 રૂપીયામાં પાણી ખરીદવું પડે છે. અને સમગ્ર વિસ્તાર માં માત્ર બે ડંકી ઓ સુભાષનગર રોડ ઉપર આવેલી ડંકી અને બાલમંદિર પાસે આવેલી ડંકીમાં પાણી થોડું સારું હોવાથી તેનો સહારો લેવો પડે છે પરંતુ ત્યાં પણ લાંબી લાઈન હોવાથી  વારો રાખવો પડે છે. 3-4 કલાક સમય બરબાદ થાય ત્યારે એક બેડું પાણી મળે છે પાલિકા પ્રમુખે ૨૪ કલાક માં આ અંગે યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો જો કે સ્થાનિક મહિલાઓ એ એવી ચીમકી પણ આપી હતી કે જો ૨૪ કલાક માં પાણી નું વિતરણ નહી થાય તો સોમવારે પાલિકા કચેરી એ આવી અને આત્મવિલોપન કરવાની પણ ફરજ પડશે અને વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે

હજુ તો શિયાળો છે ત્યાં પોરબંદર ના અનેક વિસ્તારો માં પીવાના પાણી નો પોકાર ઉઠ્યો છે ત્યારે આગામી સમય માં સ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહી તાજેતરમાં જ મુખ્યમંત્રીએ 119 કરોડના ખર્ચે પાઈપલાઈનનું ખાતમુહંર્ત કર્યું હતું તે ઉપલેટાથી પોરબંદર સુધીની નર્મદા આધારીત પાણીની પાઈપલાઈનનું કામ માર્ચ સુધી માં પૂરૂં થવાની શક્યતા છે આથી ત્યાં સુધી પાણી ની હાલાકી શહેરીજનો એ ભોગવવી પડશે આથી જ્યાં નિયમિત પાણી નું વિતરણ થાય છે તેવા વિસ્તાર માં વસતા લોકો જો પાણી ના વપરાશ માં કરકસર કરશે તો અન્ય ઉચાણવાળા વિસ્તારો માં પાણી ની સમસ્યા માં મહદઅંશે ઘટાડો થઇ શકે ઉપરાંત જો પાલિકા દ્વારા સુભાષનગર વિસ્તાર માં અનેક બંધ ડંકીઓ છે તેનું સમારકામ કરી અને તેને કાર્યરત કરવામાં આવે તો પણ લોકો ને વપરાશ માટે પાણી આસાની થી મળી શકે તેમ છે