પોરબંદર

હાલમાં લોકસભા સમાન્ય ચુંટણી ની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે. અને ચુંટણી પ્રક્રિયા શાંતીમય રીતે પૂર્ણ થાય તે માંટે ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માંટે જુનાગઢ રેન્જ IGP શ્રી સુભાષ ત્રિવેદી તરફ થી સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ ના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ LCB PI એચ.એન.ચુડાસમા LCB સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન LCB ના ASI મેરખીભાઇ આગઠ તથા SC/ST સેલ ના PC કેશુભાઇ ગોરાણીયા ને મળેલ ચોક્કસ હકીકત આધારે સીમર ગામ બસ સ્ટેન્ડ સામે રોડ ઉપર તા.જી.પોરબંદર ખાતે થી ગેરકાયદેસર આધાર પરવાના વગરની ચાલુ હાલતની પીસ્તોલ કિંરૂા.૨૫૦૦૦/- સાથે આરોપી અરજન ખીમાભાઇ કારાવદરા ઉ.વ.૩૯ રહે.મુળ-સીમર ગામ હાલ-મેરવદર ગામ પ્રાસલા રોડ તા.ઉપલેટા જી.રાજકોટ વાળા ને પકડી પાડી મજકુર વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશન ખાતે હથિયાર ધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ના મેરખીભાઇ આગઠ, રવીન્દ્રભાઇ ચાંઉ, સલીમભાઇ પઠાણ, મસરીભાઇ ભુતિયા, લખમણભાઇ કારાવદરા, ગીરીશભાઇ વાજા વિગેરે સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisement