પોરબંદર
પોરબંદર ના દરિયા માં યોજાયેલ બે દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચ આજે પૂર્ણ થયું છે

મુંબઈમાં તાજ હોટેલ પરના આતંકી હુમલા બાદ સરકાર દ્રારા દેશની દરિયાઈ સુરક્ષા બાબતે સરકાર દ્રારા દેશની દરિયાઈ સુરક્ષાને લઈને કેટલાક મહત્વપૂર્ણ કદમ ઉઠાવાયા હતા.તેમાં વર્ષમાં બે વખત દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવા તેમજ એકબીજા વચ્ચે સંકલન જળવાઈ રહે અને એક–બીજાની કાર્યપદ્ધતિથી પરિચિત થાય તે માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવે છે.

ત્યારે પોરબંદર ના દરિયા માં બે દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચ ની ગઈકાલે  શરુઆત થઇ હતી .જેમાં પોરબંદરના મહત્વના પ્રવાસન સ્થળો તેમજ યાત્રાધામો, એરપોર્ટ બસ અને રેલ્વે સ્ટેશનમાં પણ ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઓપરેશનમાં ફીશરીઝ, કોસ્ટગાર્ડ, નેવી, મરીન પોલીસ તથા સી.આઈ.એસ.એફ.સહિતની એજન્સીઓના કર્મચારીઓ જોડાયા છે અને બે દિવસ સુધી કામગીરી ચાલી હતી.

પોલીસ દ્વારા રતનપર, ઓડદર, ગોસા, નવીબંદર, ગોરસર, ચીંગરીયા અને માધવપુર સુધીના ૬૦ કી.મી.ના દરિયાઇ પટ્ટીના રસ્તા ઉપર સતત પેટ્રોલીંગ કરવામાં આવી આવ્યું હતું. તેવી જ રીતે સુભાષનગર, જાવર, કુછડી, કાંટેલા, રાતડી, વિસાવાડા, મીંયાણી અને હર્ષદ સુધીના ૪૦ કી.મી.ના દરિયાકીનારે પણ સઘન પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું .આ ઓપરેશનમાં પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ના જવાનો ઉપરાંત મરીન પોલીસના જવાનો,અને તમામ પોલીસ સ્ટેશન ના જવાનો પણ જોડાયા હતા.

Advertisement