પોરબંદર
પોરબંદર સાંદીપવિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં આજે પૂજ્ય ભાઈશ્રીની નિશ્રામાં અનેરા ભક્તિસભર વાતાવરણમાં રામનવમી ઉત્સવ ઉજવાયો હતો.
શ્રી રામનવમીના પાવન પ્રસંગે અતિથીઓની અને પોરબંદર શહેરના ભાવિકોની ઉપસ્થિતિમાં પૂજ્ય ભાઈશ્રીએ બાલકાંડની ચોપાઈઓનું ગાન કરાવીને અવધ મેં આનંદ ભયો જય રામચંદ્ર કી ના નાદ-ઘોષ સાથે રામ પ્રાગટ્ય ને વધાવ્યું હતું. પૂજ્ય ભાઈશ્રી એ શ્રીરામચંદ્રની શાસ્ત્રોકત વિધિ મુજબ અભિષેક અને પૂજાવિધિ કરી હતી તો બીજી બાજુ સાંદીપનિના ઋષિકુમારો અને ભાવિકોએ એ સંકીર્તનના આનંદ અને ઉત્સાહ સાથે રામજન્મની ઉજવણી કરી હતી.પૂજા વિધિ સંપન્ન થયા બાદ પૂજ્ય ભાઈશ્રીએ આ પ્રંસગે ઉપસ્થિત રહેલા ભાવિકોને ચોકલેટ અને રમકડા આપીને રામજન્મની વધાઈ આપી હતી. અંતમાં શ્રીરામજીની આરતી સંપન્ન થઇ અને મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવેલા હતા. આ વર્ષે રામનવમી ઉત્સવના યજમાન તરીકે શ્રી રીતેશભાઈ ઠક્કર અને પરિવાર અમદાવાદ એ સેવા આપી હતી.

Advertisement

Advertisement