પોરબંદર

પોરબંદર ના શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા ઉપલેટા પાસે આવેલ પાટણવાવ ના  ઓસમ ડુંગર ખાતે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.આ ટ્રેકિંગ કેમ્પમાં નાના બાળકોથી લઇ સિનિયર સિટીઝન સહિત યુવાનો તથા બહેનો મળી કુલ ૧૧૦ વ્યક્તિએ તેમના પરિવાર સાથે ભાગ લીધો હતો.સર્વે મિત્રોએ આ ટ્રેકીંગની ખૂબ જ મજા માણી હતી. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલ ઓસમ પાટણવાવ ડુંગર ઓસમ છે. ડુંગર માં આવેલ જેન દેરાસર,ભીમ કુંડ,માત્રી માતાજી નું મંદિર,ટપકેશ્વર મહાદેવના મંદિર એ દર્શન નો લાભ લઇ સર્વે એ ઝરમર વરસાદની સાથે આ ટ્રેકિંગ કેમ્પ ની મજા માણી હતી.આ ટ્રેકિંગ કેમ્પની વ્યવસ્થા પ્રોજેક્ટ ચેરમેન પ્રતિકભાઇ ભટ્ટ,અજયભાઈ લોઢીયા.આશિષભાઈ ગજ્જર,વિપુલભાઈ રાયચુરા તથા કલબના પ્રમુખ દિનેશભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ હતી.

Advertisement