પોરબંદર
પોરબંદર ના શીતલાચોક વિસ્તાર માં આવેલ બાબલ ગૃપ દ્વારા આશા ચિલ્ડ્રન હોસ્પીટલ ના સહયોગથી શ્રી રામ મંદિર, બ્રાન્ચ સ્કુલ સામે , શીતલા ચોક પાસે પોરબંદર ખાતે રક્ત દાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું . પ્રેમજીભાઇ ખુદાઇ ( સમસ્ત ગુજરાત ખારવા સમાજ ના પ્રમુખ /વાણોટ શ્રી ) , વિનેશભાઇ મકવાણા ( પ્રભારી, સૌરાષ્ટ્ર ઝોન ) અને દિપેનભાઇ ગોહેલ (બાબલ ગૃપ શીતલા ચોક , પોરબંદર ના અગ્રણી) દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ નો દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ રક્ત દાન કેમ્પ પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પીટલમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની રક્ત ની જરૂરત માટે યોજવામાં આવેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે જીગ્નેશ મચ્છ , મનોજ ગોહેલ, કલ્પેશ બાદરશાહી, ડેનિશ મોતીવરશ વગેરે તથા લાલજીભાઈ ઞોશીયા ( પોરબંદર શહેર પ્રમુખ ) વગેરેએ ખુબ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં યુવાનોએ રક્ત દાન કયુઁ હતુ.

Advertisement
Advertisement