પોરબંદર
આપણા ભારત દેશમાં અશ્વનું ખૂબ જ મહત્વ છે.અને અશ્વો નુ યોગદાન પણ ખૂબ જ છે.જેની ઈતિહાસ સાક્ષી પુરે છે. મહારાણા પ્રતાપ નો અશ્વ ચેતક ઈતિહાસમાં અમર થઈ ગયેલ છે.પોરબંદર તાલુકાના બરડા પંથકમાં પણ અવારનવાર અશ્વ સ્પર્ધા યોજાતી હોય છે.

તાજેતર માં વિર વિઝરા વિઝાત અશ્વ પાલક મિત્ર મંડળ વિસાવાડા દ્વારા અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.તેમાં અલગ-અલગ જાતિના અશ્વો એ ભાગ લીધો હતો.આ અશ્વ સ્પર્ધામાં દોડમાં મોઢવાડા ગામ ની તેજલ નામની ઘોડી પ્રથમ નંબરે વિજેતા બનેલ.તો બીજા નંબરે હનુમાનગઢ ગામની તારા નામની ઘોડી વિજેતા બની હતી.તથા વિસાવાડા ગામની પનિહારી નામની ઘોડી ત્રીજા નંબરે આવી હતી.

આ અશ્વ સ્પર્ધામાં રેવાલ ચાલ માં શીશલી ગામ ની ટપુડી નામની ઘોડીનો પ્રથમ નંબર આવ્યો હતો.ગરો સ્પર્ધામાં ફટાણા ગામ ના હરભમજી ઓડેદરા નો અશ્વ પ્રથમ નંબરે આવેલ.આ તમામ વિજેતા થયેલા અશ્વ પાલકને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.આ અશ્વ સ્પર્ધા જોવા માટે વિસાવાડા તેમજ આજુબાજુના 15 થી 20 ગામના લોકો ઉમટી પડ્યા હતા.
રિપોર્ટર ધીરુભાઈ નિમાવત બગવદર

Advertisement