પોરબંદર
પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ સ્કવોડે બાતમી ના આધારે પોરબંદર ના લોકમેળા ની બહાર થી ત્રણ શખ્સો ને ચોરેલા સ્કુટર સાથે ઝડપી લીધા હતા અને ત્રણેય ની આકરી પુછપરછ માં વધુ એક બાઈક ચોરી ની કબુલાત આપી હતી હજુ પણ વધુ બાઈક્ચોરી ના ભેદ ઉકેલવાની શક્યતા ના આધારે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે
સાતમ આઠમના તહેવાર સબબ ચોરી સબંધી ગુન્હાઓ ન બને તેમજ અન ડીટેક ગુન્હાઓ શોધી કાઢવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ એ આપેલ સુચના અન્વયે તથા પોરબંદર. શહેર નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા એ વાહન/મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માંટે એક ખાસ ઝુંબેશ નું આયોજન કરેલ અને તેના ભાગ રૂપે તા.૨૫/૦૮/૨૦૧૯ ના રોજ કમલાબાગ પો.સ્ટે. ના ઇન્ચાર્જ PI એન.એમ.ગઢવી ના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પો.સ્ટે. ના ડી-સ્ટાફ માણસો મેળા બંદોબસ્ત તેમજ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન પો.કોન્સ ઉદયભાઇ કેશુભાઇને બાતમીરાહે હકીકત મળેલ કે, ત્રણ સવારીમાં કોઇ માણસો કાળા કલરનુ નંબર પ્લેટ વગરનુ ચોરી થયેલ સ્કુટર લઇને ચોપાટી બાજુ આટા મારે છે જેથી સાથેના પોલીસ સ્ટાફને હકીકતની સમજ કરી ચોપાટી ટી પોઇન્ટ ખાતે વોચમાં હતા દરમ્યાન થોડીવાર પછી વિલા સર્કીટ તરફ થી એક સ્કુટરમાં ત્રણ સવારી સાથે આવતુ જેને રોકાવી સ્કુટર ચેક કરતા આગળ તથા પાછળ નંબર લખેલ ન હોય સુજુકી એક્ષેસ કંપનીનુ કાળા કલરનુ સ્કુટર હોય ત્રણેય ઇસમો .(૧) સ્મિત ઉફે ભુરો દિપકભાઇ શાયાણી ઉવ.૧૯ રહે. છાંયા ડો.હાથીના દવાખાના પાસે “ શ્રીજી કુપા “ પોરબંદરવાળો તથા નં.(૨) સમીર ઉફે દર્શન ગીરીશભાઇ કોડીયાતર (હુણ) ઉવ.૧૯ રહે. છાંયા પાટા પાસે શ્રુગાર જવર્લસ વાળી ગલી પોરબંદર નં.(૩) અક્ષય ઉફે બાડો લીલાભાઇ મકવાણા ઉવ.૨૦ રહે. જુડાળા જીનપ્રેસ અંબા માતાના મંદીર પાસે પોરબંદર. પાસે સ્કુટરના કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવેલ જેથી પોકેટ કોપની મદદથી સદરહુ સ્કુટરના ચેસીસ નં તથા એન્જીન નં. સર્ચ કરાવતા સ્કુટર માલીક ભાવેશ કાનજીભાઇ લોઢારી રહે. નાગરવાડા પોરબંદરવાળાનુ હોય જેથી સ્કુટર બાબતે આરોપીઓને ઉંડાણપૂર્વક અને યુકતિપ્રયુકતિથી પુછપરછ કરતા પોતે ગઇ તા.૧૬/૮/૧૯ ના બપોરના અઢી વાગ્યાના સમયે પોરબંદર માણેકચોક માંથી ઉપરોકત સ્ટુકર ચોરી કરેલ હોવાનુ જણાવતા સુજુકી એક્ષેસ કંપની ની કી.રૂ.૪૦.૦૦૦/- ચોરી કરેલ ની કબુલાત આપેલ છે. જે કિર્તીમંદીર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.ફસ્ટ ૪૦/૧૯ આઇ.પી.સી ક.૩૭૯ મુજબના કામના ચોરીમાં ગયેલ મુદામાલ હોય. જેથી મજકૂર ઇસમને ધોરણસર અટક કરી મુદામાલ કબ્જે કરેલ છે. તેમજ મજકૂર પુછપરછ કરતા મજકૂર ત્રણેય ઇસમોએ અગાઉ ખોજાખાના પાસે થી આઇ સ્માર્ટ સ્પેન્ડરની ચોરી કરેલ ની કબુલાત આપેલ હોય જે અંગે કમલાબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.ફસ્ટ ૭૧/૧૯ આઇ.પી.સી ક.૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. જે બન્ને અન ડીટેક ગુન્હાઓ શોધી કાઢેલ છે. ઉપરોક્ત તમામ ચોરીઓ શોધી કાઢવામાં કમલાબાગ પો.સ્ટે.ના ઇ/ચા પો.ઇન્સ. એન.એમ.ગઢવી તથા સર્વેલન્સ એ.એસ.આઇ વી.એસ.આગઠ તથા પો.કોન્સ. ઉદયભાઇ કેશુભાઇ તથા ભીમશી પરબતભાઇ તથા કનકસિંહ પરાક્રમસિંહ , વિરેન્દ્રસીંહ દશરથસીંહ સલીમ વજરૂરદીનભાઇ તથા સુરેશ કીસાભાઇ વિગેરે સ્ટાફના માણસોએ કામગીરી કરેલ છે.