પોરબંદર
ગુજરાત રાજ્ય તથા પોરબંદર જીલ્લો આરોગ્ય ક્ષેત્રે ઘણુ આગળપડતુ કાર્ય કરી રહ્યા છે હાલ કોરોનાની મહામારી
ચાલી રહેલ છે. ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડછનાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા જીણીબેન બાલુભાઇ પરમાર (ઉવ ૩૦) કે જેમને સગર્ભાવસ્થા દરમ્યાન ઘણી બધી તકલીફો હોય, જેમ કે તે બહેન હાલ ૩ જી વખત સગર્ભા બનેલ હોય, જેમનું હિમોગ્લોબીન લેવલ (લોહીની ટકાવારી) પ.૭ ટકા હોય અને તેમનાં પેટમાં ૩ જીવતા બાળકો ઉછરી રહેલ હોય, તેમજ બી.પી.એલ. કુટુંબ હોય. સગર્ભાવસ્થાનાં સાત માસ સુધી તે લોકો કોઇ અંધશ્રધા અથવા કૌટુંબીક કારણોસર સોનોગ્રાફી કરાવવા તથા આગળની તપાસ કરાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડછનાં મેડિકલ ઓફિસર તથા આરોગ્ય વર્કરો એ વારંવાર સમજાવેલ. યેનકેન પ્રકારે તેમને જે.એસ.એસ.કે. યોજના અંર્તગત સોનોગ્રાફી માટે સમજાવી સોનોગ્રાફી કરાવવા તા. ૧૦.૦૭.૨૦૨૦નાં રોજ કેશોદ મુકામે મોકલેલ અને તેમના પેટમાં ઉછરી રહેલા ૩ બાળકોની માહિતી મળી પરંતું તેમની લોહીની ટકાવારી ખુબ જ ઓછી હોય ગર્ભમાં ૩ બાળકો હોય, જે ઘણી ગંભીર બાબત હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડછનાં સ્ટાફ દ્વારા સમજાવવા છતા અને ૧૬.૦૭.ર૦૨૦નાં રોજ જે.એસ.એસ.કે.ની યોજના અંર્તગત વિનામુલ્યે ગાડીની વ્યવસ્થા સાથે હોસ્પીટલ ખાતે તમામ તપાસ માટે મોકલેલ પરંતું તેઓ તપાસ કરાવ્યા વગર જ આવતા રહેલ. ત્યાર બાદ ફરીથી તેમની મુલાકાત લઇ તા. ૨૧.૦૭.૨૦૨૦નાં રોજ જુનાગઢ સિવિલ હોસ્પીટલ ખાતે બ્લડ ચઢાવવા માટે ફરી મોકલેલ.છતા પણ તેઓ બ્લડ ચઢાવ્યા વગર આવતા રહેલ. કૌટુંબિક કારણોસર સગર્ભા બહેન હોસ્પીટલ ખાતે દાખલ થતા ન હતા તેમજ કોઇપણ જાતની તપાસ કરાવતા ન હતા. તેમનાં ગર્ભમાં ૩ બાળકો હોય, તેમજ લોહીની ટકાવારી ઓછી હોય, તેમજ બ્લડ પ્રેસર વધી ગયેલ હોય તેમને હોસ્પીટલમાં દાખલ કરી સારવાર ન આપવામાં આવે તો તેમની અને તેમના બાળકોને જીવનું જોખમ રહે તેમ હતું. વારંવાર ડો. ઇબ્રાહીમ તથા તેમની કડછની ટીમ દ્વારા સમજાવવા છતા તેઓ દાખલ થતા ન હોય સરપંચ, મહિલા કોન્સટેબલ વિગેરે દ્વારા પણ સમજાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવેલ. તેમ છતા પરિણામ ન આવતાતા. ૦૬.૦૮.૨૦૨૦નાં રોજ બાદ ડો. સંદિપ શર્મા, ઇન્ચાર્જ આર.સી.એચ.ઓ., પોરબંદર તથા ડો. પીયુષ વાજા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર, પોરબંદર તથા મુળ-માધવપુર ગામનાં સરપંચ દ્વારા તા. ૦૬.૦૮.૨૦૨૦નાં રોજ તેમની મુલાકાત લઇ સંપુર્ણ માર્ગદર્શન આપી સમજાવેલ તથા તેમના નજીકનાં સગાઓને મળી પરિસ્થિતીની સમજણ આપેલ તેમજ હોસ્પીટલમાં દાખલ થવા અંગે મનાવવામાં આવેલ તેમજ વાહનની વ્યવસ્થા સાથે તેઓને જુનાગઢ હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવેલ જયા તેમની જનાના હોસ્પીટલનાં ડોકટરો દ્વારા સફળતાપૂર્વક 3 બાળકીઓનો નોર્મલ ડીલેવરી દ્વારા જન્મ કરાવવામાં આવ્યો હતો અને માતા તથા બાળક બન્નેની તબીયત સારી હોય, હોસ્પીટલે થી રજા આપી ઘરે આવી ગયેલ છે અને હાલ માતા તથા બાળકો સંપુર્ણ સ્વસ્થ છે.

Advertisement
Advertisement