પોરબંદર

શ્રી રામેશ્વર માધ્યમિક શાળા મુળ માધવપુર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માધવપુર તાલુકા શાખાના ઉપક્રમે “મેન્ટલ હેલ્થ” અંગે સેમિનાર યોજાયો હતો.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માધવપુર શાખા અને રામેશ્વર માધ્યમિક શાળા મૂળ માધવપુરના સંયુકત ઉપક્રમે તા.4/9/2021ના રોજ “માનસિક હેલ્થ” અંગે સેમિનાર યોજાયો હતો.આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ગોવિંદભાઇ બાલસ,ઇન્ડિયન રેડ ક્રોસ જિલ્લા શાખાના ચેરમેન ડો.સી.જી.જોશી,વા.ચેરપર્સન શાંતિબેન,સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા,ટ્રેઝરર ત્રિલોકભાઈ ઠાકર,તાલુકા શાખાના ચેરમેન હસમુખભાઈ પુરોહિત,સેક્રેટરી અને મ.શિ કિશોરભાઈએ ઉપસ્થિત મહાનુભવોનું શાળામાં સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત ડો.સી.જે.જોશીએ અને ત્રિલોકભાઈ ઠાકરે માનસિક હેલ્થ અંગે વિસ્તૃત સમજ આપી હતી.જિલ્લા શાખા દ્વારા શાળાને માનસિક હેલ્થ અંગે શાળાના આચાર્ય હીરાભાઈ ભરડાને પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને નોટબુક તથા પેન ગિફ્ટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના મ.શિક્ષિકા અંકિતાબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યુ હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને માધવપુર શાખાના ચેરમેન ના માર્ગદર્શન નીચે સેક્રેટરી કિશોર મહેતા અને સમગ્ર સ્ટાફે અને રેડક્રોસના રામભાઈ અને જય પુરોહિતે મહેનત કરી સફળ બનાવ્યો હતો.

Advertisement