પોરબંદર
પોરબંદર ના મજીવાણા અને સોઢાણા વચ્ચે આવેલ વર્તુ નદી પર નો પુલ જર્જરિત થઇ જતા છ માસ પહેલા નજીક માં ડાઈવર્ઝન રૂપી બેઠો પુલ બનાવવામાં આવ્યો હતો.તાજેતર માં પડેલ વરસાદના કારણે આજે આ પુલ ધરાસાયી થતા વાહન ચાલકોને હવે વધુ 14 કિમીનો ફેરો ફરવો પડશે.

Advertisement

 

 

 

પોરબંદર ખંભાળિયા હાઇવે પર મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે આવેલ વર્તુ નદી ઉપરનો પુલ જર્જરિત બન્યો હતો જેથી જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી આ પુલ પરથી ભારે વાહનો પસાર થવા માટે મનાઈ ફરમાવી હતી જેથી પોરબંદરથી જામનગર, જામ ખંભાળિયા, જામ રાવલ તરફ જતા ભારે વાહનો માટે રામવાવથી કુણવદર, મોરાણા, ભોમિયાવદર થઈ સોઢાણા ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું આથી ભારે વાહનના ચાલકોને 13 થી 14 કિમિ વધારે અંતર કાપવું પડતું હતું. જેથી ઇંધણ તથા સમય નો વેડફાટ થતો હતો.આથી છ માસ પહેલા તંત્ર દ્વારા વર્તુ પુલની બાજુ માં જ બેઠો પુલ બનાવી ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા થોડા સમય થી સમગ્ર વિસ્તાર માં પડી રહેલા ભારે વરસાદ ના કારણે આજે આ બેઠો પુલ ધરાસાયી થઈ ગયો હતો.આથી હવે ફરીથી વાહન ચાલકો ને ૧૪ કિમી નો વધારા નો ફેરો લગાવવો પડશે જો કે છ માસ પહેલા જ બનાવાયેલ આ બેઠો પુલ ધરાશાયી થતા તેના કામ ની ગુણવતા ને લઇ ને અનેક સવાલો ઉઠી રહ્યા છે.આ અંગે માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી સુરેશભાઈ પટેલ ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે ચોમાસા દરમ્યાન અનેક વખત વર્તુ -2 ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું હતું.આથી બેઠા પુલના તળિયા સુધી પાણી ગયું હતું.આ પુલ ના પાયા માં રેતી છે એટલે દીવાલ નમી ગઈ છે આ પુલ પર થી પાણી ઉતરે એટલે તેનું સમારકામ કરાવી પુલ પુનઃ કાર્યરત કરી દેવામાં આવશે.

 

Advertisement