પોરબંદર

પોરબંદર ના ભેટકડી ગામે બે દિવસ પહેલાના મારામારી ના કેસના આરોપી ની પોલીસે બાર બોર ના દેશી બનાવટ ના તમંચા સાથે ધરપકડ કરી છે.

પોરબંદર ના ભેટકડી ગામે બે દિવસ પહેલા જમીન ના મનદુઃખ ને લઇ ને લાખીબેન મેપાભાઈ ખુંટી (ઉવ ૪૫)નામની મહિલા પર રાયદેભાઇ કારાભાઇ ખુંટી,અરભમભાઇ રાયદેભાઇ ખુંટી,લખમણભાઇ રાયદેભાઇ ખુંટી એ હુમલો કર્યો હતો. ત્યાર બાદ ત્રણેય શખ્સો ફરાર થઇ ગયા હતા.ગઈ કાલે બગવદર પી એસ આઈ એચ.સી.ગોહિલ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળી હતી કે અરભમ ભેટકડી ગામ થી પઠ્ઠાપીર જવાના રસ્તેથી પસાર થવાનો છે.

આથી પોલીસે તેને ત્યાં અટકાવી તલાશી લેતા તેની પાસે થી ૫૦૦૦ રૂ ની કીમત નો ગેરકાયદેસર બારબોરનો દેશી બનાવટ નો તમંચો પણ મળી આવ્યો હતો.આથી તે કબજે કરી પોલીસે અરભમ વિરૂધ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી આ તમંચો ક્યાંથી લઇ આવ્યો હતો.અને શું ઉપયોગ કરવાનો હતો તે સહીત ની પુછપરછ હાથ ધરી છે.

Advertisement