ત્રણેય મૃતક ની ફાઈલ તસ્વીર

પોરબંદર
પોરબંદર ના ગોઢાંણા બીટ માં ફરજ બજાવતી મહિલા ફોરેસ્ટ ગાર્ડ તેનો શિક્ષક પતી અને વન વિભાગ નો શ્રમિક ગઈ કાલે સાંજ થી બરડા ડુંગર માં ભેદી સંજોગો માં ગુમ થતા વન વિભાગ અને પોલીસ વિભાગ માં દોડધામ મચી છે ગઈ કાલે રાત થી શોધખોળ કરવા છતાં હજુ સુધી ત્રણેય ની ભાળ ન મળતા ફોરેસ્ટ વિભાગ માં ચિંતા નું મોજું ફરી વળ્યું છે
સુરેન્દ્રનગર ના પાટડી તાલુકા ના સડલા ગામે રહેતા અને ખેતીકામ કરતા ગોવિંદ ગાંડાભાઈ સોલંકી (ઉવ ૫૭) એ પોલીસ માં જાહેર કરેલ વિગત અનુસાર તેનો પુત્ર કિર્તીભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉવ ૩૨) પોરબંદર ના રાતડી ગામે રહે છે અને ત્યાની પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જયારે તેમની પુત્રવધુ હેતલબેન કિર્તીભાઈ સોલંકી (ઉવ ૩૦) પોરબંદર ના ગોઢાંણા બીટ માં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે બજાવતા હેતલબેન કિર્તીભાઈ સોલંકી (ઉવ ૩૦)તથા તેના પતી કે જેઓ રાતડી ગામે આવેલ પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે
ગઈ કાલે સાંજે હેતલબેન તેમના પતી કિર્તીભાઈ અને વન વિભાગ માં મજુર તરીકે કામ કરતો અને પોરબંદર રહેતો નાગાભાઈ ભુરાભાઈ આગઠ(ઉવ ૪૦) વગેરે હેતલબેન ની ખાનગી કાર માં બરડા ડુંગર માં ગયા હતા ત્યાર બાદ તેમનો કોઈ સંપર્ક થયો ન હતો અને ત્રણેય ના મોબાઈલ પણ ગઈ કાલ થી જ બંધ આવે છે.જયારે તેમની કાર જંગલ વિસ્તાર માં આવેલ થાપાવાળી ખોડીયાર માતાજી ના મંદિર નજીક થી રેઢી મળી આવી છે આથી પોલીસે વન વિભાગ ને સાથે રાખી અને ગઈ કાલે સાંજ થી જ અલગ અગલ ટીમો બનાવી અને શોધખોળ હાથ ધરી હતી પરંતુ આજે મોડી સાંજ સુધી પણ તેઓની ભાળ ન મળતા વન વિભાગ અને તેના પરિવારજનો ચિંતા માં મુકાયા છે હેતલબેન સગર્ભા હોવાનું અને તેઓને આઠમો મહિનો ચાલતો હોવાનું જાણવા મળે છે અને તેઓ જે વિસ્તાર માં ગુમ થયા છે ત્યાં કોઈ ઊંડો જળપલ્લવિત વિસ્તાર ન હોવાથી તેઓ પાણી માં ડૂબ્યા હોવાની શક્યતા નહિવત હોવાનું પોલીસ વર્તુળોએ જણાવ્યું છે ત્યારે ત્રણેય ને બરડા ડુંગર માં આવેલ કોઈ બુટલેગરો એ અપહરણ કર્યું છે કે કેમ તે સહીત ની દિશાઓ માં પોલીસે તપાસ હાથ ધરી છે.બનાવ અંગે બગવદર પોલીસ મથક ના ભીમભાઈ ઝાલા એ વધુ તપાસ હાથ ધરી છે

Advertisement
Advertisement