પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર
પોરબંદર નજીક ના બગવદર ગામે સગીર વયની ભત્રીજી પર તેના ૫૧ વર્ષીય મોટાબાપાએ બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે આરોપી ની ધરપકડ કરી છે.

પોરબંદર નજીક ના બગવદર ગામે રહેતા અને મજુરીકામ કરતા ૩૪ વર્ષીય યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા. 26/9 ના પોતે તથા તેની પત્ની ચીજ વસ્તુ વેચવા માટે બહારગામ ગયા હતા.અને તેની પંદર વર્ષીય પુત્રી બપોરના 12 થી 1 વાગ્યાના સમય દરમ્યાન તેના મકાન ના પાછળ ના ભાગે આવેલ બાવળની ઝાડીઓ માં રસોઈ માટે બળતણ કાપવા ગઈ હતી.

તે દરમ્યાન સગીરાના 51 વર્ષીય મોટાબાપા એટલે કે ફરીયાદી યુવાન નો મોટો ભાઈ ત્યાં આવ્યો હતો.અને એકલતાનો લાભ લઇ સગીરા ના મોઢે મૂંગો દઈ, જમીન પર પછાડી હતી.અને ત્યાર બાદ બળાત્કાર કર્યો હતો.અને જો આ અંગે કોઈને કહેશે તો તેના મા બાપને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ ના દિવસે સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો.પરંતુ મોટાબાપા ના ભય થી ચુપ રહી હતી.

પરંતુ બીજે દિવસે દુખાવો વધતા ૧૦૮ મારફત તેને પોરબંદર લેડી હોસ્પિટલ માં ખસેડાઈ હતી.જ્યાં તેની શારીરિક તપાસ દરમ્યાન સમગ્ર હકીકત સામે આવી હતી.ત્યાર બાદ યુવાને પોતાના મોટાભાઈ વિરુધ પોલીસ ફરિયાદ નોંધાવતા બનાવ ના તપાશનીશ અધિકારી રાણાવાવ ઇન્ચાર્જ સી પી આઈ એચ એલ આહિરે ગણતરી ના સમય માં જ આરોપી ને ઝડપી લીધો હતો.અને તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેની ધરપકડ કરી છે.

પોલીસ ની તપાસ માં એવું પણ સામે આવ્યું છે કે આવું કૃત્ય કરનાર નરાધમ ને સંતાનમાં એક પુત્રી હતી.અને પત્નીનું મૃત્યુ થતા તેણે બીજા લગ્ન કર્યા હતા.જેમાં બીજી પત્ની તેની સાથે એક આંગળીયાત પુત્રી ને સાથે લાવી હતી.અને લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો.ત્યાર બાદ આ નરાધમે એપ્રિલ 2014 માં તેની સાવકી પુત્રી પર પણ બળાત્કાર ગુજાર્યો હતો.અને તે કેસ માં તે બે વરસ જેલ ની હવા પણ ખાઈ ચુક્યો છે.ત્યાં ફરી વખત આવું કૃત્ય આચરતા સમગ્ર પંથક માં તેના પર ફિટકાર વરસી રહ્યો છે.

Advertisement