પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર
પોરબંદર ના બખરલા ગામે જુના ચામુંડા મંદિર વાળા ગ્રુપ વિસ્તાર માં વીજકંપની ના ટીસી અવારનવાર બળી જવાના કારણે સ્થાનિકો ને પડી રહેલ મુશ્કેલી અંગે યુવા કિશાન લડત સમિતિ દ્વારા પીજીવીસીએલનાં એન્જીનીયર ને રજૂઆત કરી છે.

 

યુવા કિશાન લડત સમિતિ દ્વારા પીજીવીસીએલનાં એન્જીનીયર ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે કે બખરલા ગામે જુના ચામુંડા મંદિરવાળા ગ્રુપ વિસ્તારમાં અવારનવાર ટીસી બળી જવાને લીધે વીજળીની સમસ્યા રહે છે અને પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા દરેક વખતે જુનું ફોલ્ટવાળું ટીસી નાખવામાં આવતું હોવાથી આ એકને એક સમસ્યા વારંવાર થતી રહે છે. તેમજ એકવાર ટીસી બળી ગયા બાદ તેને બદલવામાં પણ પીજીવીસીએલના કર્મચારીઓ ખુબ વાર લગાડે છે. જેથી જગતના તાત અને તેમના પરિવારજનોને વીજળીના અભાવે હાલાકી ભોગવવી પડે છે અને તેમનું કામ પણ અટકી જાય છે. પીજીવીસીએલ ડ્યુટી ર૪ કલાકની હોય છે પણ તે બજાવવામાં આવતી નથી.પીજીવીસીએલ ઓફિસરોને એસીમાં બેઠાં બેઠાં ખ્યાલ આવતો નથી કે જગતના તાતને કેટલી હાલાકી ભોગવવી પડે છે.આથી આ બાબતે બખરલા ગામ વિસ્તારમાં ફરજ બજાવતા પીજીવીસીએલના કર્મચારીઓને સુચના આપી ફરી વખત આવું ન બને તે ધ્યાનમાં રાખે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત માં જણાવ્યું છે.

Advertisement