પોરબંદર

પોરબંદર ના નાગકા ગામે વાડી વિસ્તાર માં રહેણાંક મકાન નજીક થી અતિદુર્લભ ગણાતું કીડીખાઉ પ્રાણી ઈજાગ્રસ્ત હાલત માં મળી આવતા તેનું રેસ્ક્યુ કરી પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યું છે.પોરબંદર પંથક માં પ્રથમ વખત આટલું મહાકાય કીડીખાઉ મળી આવ્યું હોવાનું વન વિભાગે જણાવ્યું છે.

પોરબંદરના નાગકા ગામે વાડી વિસ્તાર માં રહેણાંક મકાન નજીક મહાકાય કીડીખાઉ પ્રાણી નજરે ચડતા વાડીના માલિકે તુરંત ગ્રીન અર્થ ક્લબ સંસ્થા નો સંપર્ક કરતા સંસ્થા ના આસીફ બ્લોચ સહિતની ટિમ નાગકા ગામે પહોંચી હતી.અને કીડીખાઉ પ્રાણીનું રેસ્ક્યુ કર્યું હતું.આ દરમ્યાન આ ટીમે વનવિભાગને જાણ કરતા મહેન્દ્ર ચૌહાણ,આરએફઓ ગઢવી સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.અને આ પ્રાણી સાધારણ ઈજાગ્રસ્ત હોવાથી તેને પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યું હતું.

વન વિભાગ ના કર્મચારીઓ એ જણાવ્યું હતું કે પોરબંદર પંથક માં અગાઉ કીડીખાઉ પ્રાણી મળી આવ્યા છે.પરંતુ આ એક મીટર થી વધુ લંબાઈ ધરાવતું મહાકાય પ્રથમ વખત જ મળ્યું છે.આ પ્રાણી ની વસ્તી ઓછી હોવાથી દુર્લભ માનવામાં આવે છે.અને વન વિભાગ ના શીડ્યુલ-1 માં તેનો સમાવેશ કરાયો છે.આ પ્રાણીનો મુખ્ય ખોરાક કીડી અને ઉધઈ છે.તેના ભીંગડા પરથી તેના આયુષ્યની ખબર પડે છે.આ પ્રાણી 40 વર્ષનું અને 20 કિલોથી વધુ વજન ધરાવતું છે. આ પ્રાણીને વનવિભાગ દ્વારા પ્રાથમિક સારવાર આપી બરડામાં મુક્ત કરાશે તેવું જણાવ્યું હતું.

જુઓ આ વિડીયો 

Advertisement