પોરબંદર
સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવા તથા સ્માર્ટ હેન્ડ ટુલ કીટ તથા કાંટાળી વાડની યોજનાઓના લોકાર્પણનો ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઇ કણજારીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. પોરબંદર તાલુકાના દેગામના મહેર સમાજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે આ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ કરાયું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સ્થિતથી આ યોજનાઓનું રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા એ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અનેક પ્રકલ્પો અમલમાં મૂક્યા છે. તેની કડીમાં ફળ, ફૂલ અને શાકભાજી ના નાના વેચાણકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

 

આ વેચાણકારોને વિનામૂલ્યે છત્રી મળવાથી પોતાનું વલસાદ-તડકાથી રક્ષણ મેળવવાની સાથે ફળફૂલ અને શાકભાજીના બગાડને પણ અટકાવી શકાશે. ઉપરાંત નાના સિમાંત ખેડૂતોને ખેતી કરવા માટે અદ્યતન ઓજાર ખરીદવા સહાય આપવામાં આવશે. તેમજ ભૂંડ રોઝ જેવા પશુઓના ત્રાસથી પાકના સંરક્ષણ માટે કાંટાળી વાડ બનાવવા માટેની આ સહાયકીય યોજનાથી ખેડૂતો આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે રાજ્યના કૃષિ ઉત્પાદનને પણ એક નવો વેગ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા પચાયતના પ્રમુખ નિલેશ ભાઈ મોરીએ નાના વેચાણકારો અને ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે, ખેડૂત આધુનિક ખેતિ કરી બમણી આવક મેળવે તે માટે સરકાર પ્રયતનશીલ છે. ખેડુતોને સહાય આપવા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત સ્માર્ટ હેન્ડ ટુલ કીટસ, કાંટાળી વાડ તથા ફળ તથા શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી આપવાની યોજનાના લાભાર્થીઓને અધિકારપત્રો મહેમાનો દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમા જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ ઉષાબેન સીડા, જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન.પરમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement