પોરબંદર

પોરબંદર માણેક ચોકમાં આવેલ “જોગીયા જ્વેલર્સ” નામની દુકાનમાં માંથી ચોરી ગયેલ મુદ્દામાલ સોનાનું પેન્ડલ સાથે આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી અનડિટેકટ ગુનો ડિટેકટ કરવામાં કિર્તીમંદિર ડી સ્ટાફ ને સફળતા મળી છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો રવી મોહન સૈની ની સુચના તથા પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા સાહેબ તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ.આહિર તથા ડી-સ્ટાફ પી એસ આઈ આર.એલ.મકવાણા તથા પી એસ આઈ ડી.કે.ઝાલા તથા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં.

તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ભાવીન પી કારેણા, કોન્સ્ટેબલ ભીમાભાઈ દેવાભાઈ ઓડેદરા ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે જોગિયા જવેલર્સ માં થયેલ સોનાના પેન્ડલ ની ચોરી અંગે સીસીટીવી ફુટેજ નાં વર્ણન વાળી બે અજાણી સ્ત્રીઓ ભાવસિંહજી હોસ્પીટલ પાસે આવેલ ભુતનાથ મંદિરે દર્શન કરવા આવનાર હોય જેથી મહિલા પો.કોન્સ. ભારતીબેન ગાંગાભાઇને સાથે રાખી સ્ટાફ સાથે

હકિકત વાળી જગ્યાએ જતા સીસીટીવી ફુટેજમાં જોવામાં આવતી વર્ણન વાળી બે સ્ત્રીઓ ભુતનાથ મંદિરે દર્શન કરવા ચાલીને આવતા બન્ને સ્ત્રીઓને રોકી મહિલા પો.કોન્સ.ની હાજરીમાં નં.(૧) નું નામઠામ પુંછતા પોતે પોતાનું નામ જયશ્રીબેન વા/ઓ દિપકભાઇ ગોપાલભાઇ ડોડીયા ઉ.વ.૪૮ ધંધો ઘરકામ તથા નં.(૨) પાયલ વા/ઓ શૈલેષ ભાયાલાલ ચુડાસમા ઉ.વ.૨૭ હાલ રહે.બન્ને સ્વામી નારાયણ ગુરૂકુળ પ્રણામી ટ્રેડર્સ પાસે છાંયા પોરબંદર વાળીઓ હોવાનું
જણાવેલ હોય જે બન્ને મહિલાને અત્રે પો.સ્ટે. લાવી મહિલા પો.કોન્સ. ભારતીબેન ગાંગાભાઇની હાજરીમાં આગવી ઢબે ઉડાણપુર્વક પુછપરછ કરતા બન્ને મહિલાઓએ ઉપરોક્ત ગુનાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોકેટ કોપ/ઇગુજકોપથી કરેલ તપાસઃ-

આ કામે આરોપી બહેનોની તપાસ માટે સરકારી સીસીટીવી / કેમેરા/પોકેટ કોપ/ઇગુજકોપ દ્વારા તપાસ કરવામાં આવેલ છે

કબુલાત આપેલ ચોરીમા ગયેલ/કબ્જે કરેલ મુદ્દામાલની વિગત :-

આ કામે આરોપીની આગવી ઢબે પુછપરછ કરતા પોતે પોરબંદર સોની બજાર માં આવેલ “જોગીયા જ્વેલર્સ” નામની સોનાની દુકાનમાં પ્રવેશ કરી ફરીયાદીને વાતોમાં રોકી રાખી ફરીયાદીની નજર ચુકવી દુકાનનાં કાઉન્ટર પરથી આશરે ૨૬ ગ્રામ વજનનું જેની આશરે કિ.રૂ.૧,૨૫,૦૦૦/- વાળુ સોનાનું પેન્ડલ ચોરી કરી પોતાના ઘરમાંથી રીકવરી કરેલ છે. જેથી કીર્તિમંદિર પો.સ્ટે.નો અનડીટેક્ટ ગુનો ડોટેક્ટ કરેલ છે.

કામગીરી કરનાર:-આ કામગીરીમાં કીર્તિમંદિર પો.સ્ટે.ના પી આઈ એચ.એલ.આહિર, ડી-સ્ટાફ પીએસઆઈ આર.એલ.મકવાણા, ડી.કે.ઝાલા, હેડ કોન્સ્ટેબલ ભાવીન પી. કારેણા ,એમ.કે.માવદીયા, ગીરીશ આર. ભરડા, ભીમાભાઈ દેવાભાઈ ઓડેદરા, ભરતભાઇ શીંગરખીયા ,વિપુલ રાયશીંગભાઈ ઝાલા, અરવિંદ કાનાભાઈ શામળા, ભારતીબેન ગાંગાભાઈ ગોસીયા વિગેરે રોકાયેલ હતા.

આ બન્ને એ અગાઉ ક્યાય ચોરી ને અંજામ આપ્યો છે કે નહી તે અંગે તપાસ હાથ ધરવા ત્રણ દિવસ ના રિમાંડ ની માંગ સાથે કોર્ટ માં રજુ કર્યા હતા.પરંતુ કોર્ટે તેના રિમાંડ નામંજૂર કરી જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.પોરબંદર ખાસ જેલમાં મહિલાઓ માટે સુવિધા ન હોવાથી માતાપુત્રી ને જુનાગઢ જેલ માં ધકેલવામાં આવ્યા છે.

Advertisement