પોરબંદર
પોરબંદર ના જાવર ગામે ગેરકાયદેસર બાયોડીઝલ નું વેચાણ ચાલુ હોવાની બાતમી ના આધારે જુનાગઢ સાયબર પોલીસ દ્વારા પોરબંદર મામલતદાર ને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં બાયોડીઝલ ઉપરાંત વાહનો મળી કુલ ૧૫ લાખ થી વધુ કીમત નો મુદામાલ સીઝ કર્યો છે.

જાવર ગામે ડાયમંડ વે બ્રીજ પાસે આવેલ બાયોડીઝલ પંપ માં ગેરકાયદેસર બાયોડીઝલ નું વેચાણ ચાલુ હોવાની બાતમી ના આધારે જુનાગઢ સાયબર પોલીસ દ્વારા પોરબંદર મામલતદાર અને પુરવઠા વિભાગ ની ટીમ ને સાથે રાખી રાત્રે ત્રણ વાગ્યે ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં ભારત સરકાર ના પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય ના ૩૦-૪-૨૦૧૯ ના જાહેરનામાં મુજબ લેવાના થતા એનઓસી તથા અન્ય સૂચનાઓ નો ભંગ કર્યો હોવાનું સામે આવતા પેટ્રોલપંપ ના માલિક જયેશ ચંદ્રકાંત દત્તાણી તથા વજશી ગાંગાભાઇ પરમાર ને નોટીસ પાઠવી હતી.

અને સ્થળ પર ૯.૫૭ લાખ નો ૧૬,૫૦૦ લીટર બાયોડીઝલ ના નામ પર વેચાણ થતો પેટ્રોલીયમ પદાર્થ ઉપરાંત એક ડીજીટલ ડીસ્પેન્સીંગ યુનિટ,છકડો રીક્ષા,બેરલ,ટેંક ,ઇલેક્ટ્રિક મોટર,બોલેરો કાર મળી કુલ ૧૫,૭૩,૬૦૦ રૂપિયા નો મુદામાલ સીઝ કર્યો છે.ઉપરાંત સ્થળ પર થી પેટ્રોલીયમ પદાર્થના સેમ્પલ પણ ચકાસણી અર્થે લેવામાં આવ્યા છે.ત્યાર બાદ પોલીસે આ અંગે જયેશ ચંદ્રકાંત દત્તાણી(રે છાયા ચોકી,રોનક એપાર્ટમેન્ટ સામે),વજશી ગાંગાભાઇ પરમાર(છાયા જમાતખાના પાસે) તથા કિશોરભાઈ નરસીભાઈ ગોહેલ (રે નાગરવાડા,રામ મંદિર સામે) ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement