પોરબંદર
પોરબંદરના ગાયત્રી મંદિર સામે હાઈવે પર આવેલ સરકારી જમીન પર છેલ્લા ઘણા સમય થી દબાણ થયું હતું.જે અંગે મામલતદાર દ્વારા દબાણ દુર કરી અંદાજે ત્રણ કરોડ રૂપિયા ની કીમત ની 1700 ચો.મી સરકારી જમીન ખુલ્લી કરાઈ છે.
પોરબંદરના ખાપટ વિસ્તાર માં ગાયત્રી મંદિર સામે હાઇવે પર સર્વે નં 40/2 પૈકી ની સરકારી જમીન પર છેલ્લા ઘણા સમય થી ગેરકાયદેસર દબાણ ખડકી અને ટી સ્ટોલ ઉપરાંત પથ્થર નું વેચાણ શરુ થયું હતું.જે અંગે અગાઉ દબાણકર્તા ને દબાણ દુર કરવા  તંત્ર દ્વારા નોટીસ ઇસ્યુ કરાઈ હતી.પરંતુ દબાણ દુર ન કરતા પોરબંદર કલેકટર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ મામલતદાર અર્જુન ચાવડા અને ટીમ દ્વારા ગેરકાયદે દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

જેમાં મંજુબેન સરવૈયા એ વાણીજ્યક તથા રહેણાંક હેતુ માટે 100 ચો મી જમીન પર દબાણ કરી અને ચામુંડા ટી સ્ટોલ તથા મકાન ઉભું કર્યું હતું તેનું ડીમોલીશન હાથ ધરાયું હતું.અને બાજુ માં જ કરણ ગેરેજવાળા નામના શખ્શે અંદાજે 1500 ચોરસ મીટરમાં ગેરેજ તથા ઓરડી બનાવી હતી.અને ખાડી વિસ્તારમાં દબાણ કરી પથ્થરનું વેચાણ કરતો હતો ત્યાં પણ દબાણ દુર કરાયું હતું.

આ જગ્યા એ અગાઉ તંત્ર દ્વારા એક નાની મંદિર ની દેરી નું દબાણ દૂર કરાયું હતું.ત્યાં ફરીથી કોઈએ ધજા અને પથ્થરો મૂકી મંદિર ઉભું કરતા તે પણ દુર કરાયું હતું.અને કુલ ત્રણ કરોડ ની બજાર કીમત ધરાવતી 1700 ચો.મી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

Advertisement