પોરબંદર
પોરબંદરના ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાની સૈધાંતિક મંજુરી મળી છે.રૂ.34 કરોડના ખર્ચે સમગ્ર કામગીરી થશે જો કે હજુ કામગીરી શરૂ થતા ચાર માસ લાગશે.

પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ છે.પરંતુ હજુ પોરબંદર માં થોડા વરસ અગાઉ ભેળવાયેલ ખાપટ,રાજીવનગર,ધરમપુર સહીત ના વિસ્તારો માં ભૂગર્ભ ગટર ની કામગીરી કરવામાં આવી નથી.ત્યારે જીયુડીએમ દ્વારા ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના પ્રોજેકટની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

સમગ્ર બાબત અંગે માહિતી આપતા પાલિકા ના એન્જીનીયર અજય બારૈયા એ જણાવ્યું હતું કે અંદાજીત ૩૪ કરોડ ના ખર્ચે ખાપટ વિસ્તાર માં ભૂગર્ભ ગટર બનશે સમગ્ર વિસ્તારનો ટીઈસી દ્વારા સર્વે પૂર્ણ કરાયો છે.આગામી સમય માં ડીપીઆર બન્યા બાદ તેને મંજૂરી મળશે બાદમાં વહીવટી મંજૂરી માટે ની દરખાસ્ત કરવામાં આવશે.જેમાં ચાર માસ જેટલો સમય લાગશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ખાપટ વિસ્તાર માં ગટર ની કોઈ સુવિધા ન હોવા છતાં પાલિકા માં ભેળવવામાં આવ્યા બાદ વેરો ઉઘરાવવામાં આવે છે.ગટર ની સુવિધા ન હોવાથી વેરો ઉઘરાવવા મામલે પાલિકા કર્મચારીઓ ને સ્થાનિકો ના રોષ નો ભોગ બનવું પડે છે.

Advertisement