પોરબંદર
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – ગુજરાતની પ્રેરણાથી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – પોરબંદર આયોજિત સ્વામી વિવેકાનંદ જયંતિ અને સુભાષચંદ્ર બોઝ જયંતિ ને અનુલક્ષીને કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી આજ રોજ તા. 22.01.2021 ને શુક્રવારે રાણાવાવ તાલુકાના આદિત્યાણા પે સેન્ટર કુમાર ખાતે અને પોરબંદર ના ખાપટ સીમ શાળા નમ્બર 2 ખાતે રાખવામાં આવ્યો હતો.

આદિત્યાણા કુમાર શાળા ખાતે પે સેન્ટર શાળાના આચાર્ય અને ભૂત પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનોજભાઈ થાનકી અને વિનોદભાઈ ડોબરીયાએ કાર્યક્રમને અનુરૂપ ઉદબોદન કરેલ હતું. આ તકે બન્ને વક્તાઓને સન્માનિત કરેલ હતા. કાર્યક્રમનું સંચાલન સંગઠન મંત્રી મયૂરસિંહ રાઠોડએ કરેલ હતું. પેટા શાળાના આચાર્ય હિરેનભાઈ ડંકી વિસ્તાર પ્રા. શા., અનિલભાઈ મોરબીયા કન્યા શાળા વગેરે પણ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપેલ છે.આભારવિધિ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ રાણાવાવના સંગઠન મંત્રી સંજયભાઈ કોઠારીએ કરેલ હતી.

કાર્યક્રમને સફળ બનાવવા મયુરસિંહ રાઠોડ – સંગઠનમંત્રી, લાખાભાઈ ચુંડાવદરા – અધ્યક્ષ, ઉપાધ્યક્ષ મનસુખભાઇ સોલંકી, ભાવિનભાઈ કોરિયા, સરોજબેન નિમાવત, રાણાવાવ તાલુકા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ રમેશભાઈ ઓડેદરા, મહિલા મંત્રી મુકતાબેન ચોખલીયા, મનોજભાઈ પટેલ તેમજ પોરબંદર ના અધ્યક્ષ સોનલબેન અમૃતિયા, ઉપાધ્યક્ષ માલદેભાઈ શિંગરખિયા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

Advertisement