પોરબંદર

પોરબંદર ના કોંગી અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા એ ખુલ્લેઆમ ચાલી રહેલી રેતીચોરી અંગે મીડિયા માં પ્રતિભાવ આપતા તેના વિરુધ કોઈ શખ્શે સોશ્યલ મીડિયા માં બેફામ વાણીવિલાસ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની રજૂઆત જીલ્લા પોલીસવડા અને ડીજીપી ને કરાઈ છે.

તાજેતર માં કોંગી અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા એ જીલ્લા માં ખુલ્લેઆમ ચાલી રહેલી રેતીચોરી અંગે એક ટીવી ચેનલ માં પ્રતિભાવ આપ્યો હતો.આથી તેના વિરુદ્ધ કોઈ શખ્શે સોશ્યલ મીડિયા માં મેસેજ વાઈરલ કર્યો હોવાની તેઓએ ડીજીપી,એસપી ને લેખિત રજૂઆત કરી છે.જેમાં જણાવ્યું છે કે તેઓએ તાજેતર માં જાવર અને કુછડી ના દરિયાકાંઠા પર થી રેતીચોરી થતી હોવા અંગે એક ટીવી ચેનલ માં પ્રતિભાવ આપ્યો હતો.આ ઈન્ટવ્યુનો એક ભાગ કોઈએ ડાઉનલોડ કરીને તે ન્યુઝ કલીપની સાથે ગુજરાતી ભાષામાં રામદેવભાઈ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરતો મેસેજ વોટસએપ ના માધ્યમથી વાઈરલ કર્યો છે.જે મેસેજમાં તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપતુ લખાણ, ધાર્મિક લાગણી ઉશ્કેરતું લખાણ અને બેફામ ગાળાગાળી કરતું લખાણ લખેલ છે.જેને કારણે તેઓની સામાજિક પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યું છે.

આ લખાણ અને ન્યુઝ કલીપ વોટસએપના માઈનીંગ એસોસીએશન,ડાયમંડ ગ્રુપ તેમજ દીલ માંગે મોર ગ્રુપમા ફોરવર્ડ કર્યા હોવાનું તેઓની જાણમાં આવતા તેના પુરાવા રૂપે ગ્રુપોના સ્કીન શોટ પણ પોલીસ ને આપવામાં આવ્યા છે.વધુ માં તેઓએ એવું જણાવ્યું હતું કે લખાણ માં તેઓની હત્યા કરવા માટેનું કાવતરું હોય તેવું સપષ્ટ થાય છે.અને ધર્મ વિરુધ્ધનું લખાણ લખીને ધાર્મિક લાગણીઓ દુભાવવાનું અને લોકોને રામદેવભાઈ વિરુધ્ધ ધાર્મિક ઉશ્કેરણી કરવાનું કૃત્ય પણ કર્યું છે.સાથે સાથે તેઓ મહેર સમાજ વિરોધી હોવાનું લખાણ લખીને સામાજિક વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આ મેસેજના માધ્યમથી થયું છે.અને આ લખાણ લખનાર તથા વાયરલ કરનાર શખ્શને માઈનીંગ માફીયાઓનું રક્ષણ મળ્યું હશે.જેથી આ મેસેજ બનાવનાર,વાયરલ કરનાર તેમજ વોટસએપના ગ્રુપના એડમીન વિરુદ્ધ સાયબર ક્રાઈમ નો ગુનો નોંધવા મેસેજ બનાવનાર શખ્શ વિરુધ્ધ તેઓને જાનથી મારી નાખવાની ધમક્રી આપવાનો, તેની હત્યાનું કાવત્રુ રચવાનો તેમજ તેની સામાજિક પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ગુન્હો નોંધવા રજૂઆત માં જણાવ્યું છે.

જુઓ આ વિડીયો 

Advertisement