પોરબંદર
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈની દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે LCB PI એમ.એન.દવે ના માર્ગદર્શન હેઠળ PSI એન.એમ.ગઢવી એલ.સી.બી. સ્ટાફના માણસો ઓફીસ હાજર હતા.તે દરમ્યાન PC રવિરાજ બારડ તથા PC કરશનભાઇ મોડેદરાને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે પોરબંદર નવા કુંભારવાડા શેરી નં.૪ માં રહેતાં સુરેશ અરભમભાઇ ભુતીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી અન્ય માણસોને બોલાવી અને હાલમાં ચાલતી આઇ.પી.એલ.ની ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર સનરાઇઝર્સ હેદરાબાદ તથા રોયલ ચેલેન્જર બેંગ્લોરની મેચ ઉપર ખેલાડીઓના રનફેર તથા ઓવર ઉપર હારજીતનો જુગાર પૈસા વડે રમી રમાડતો હોય.જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરી ક્રિકેટ સટ્ટો રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે.અને કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓ
સુરેશ ઉર્ફે ગાંગો અરભમભાઇ ભુતીયા રહે, નવા કુંભારવાડા
નવઘણ પુંજાભાઇ ભુતીયા રહે, નવા કુંભારવાડા,
રમેશ મોહનભાઇ કાનાણી રહે, લીમડાચોક,
નાગાજણ વજશીભાઇ બોખીરીયા રહે,નવા કુંભારવાડા,
નહિ પકડાયેલ આરોપી
વેરસી મોહનભાઇ ઓડેદરા રહે, રાજકોટ.
કબ્જે કરેલ મુદામાલ
રોકડા રૂા.૧૩,૬૦૦/ તથા મો.ફોન.નંગ-૦૪ તથા ટી.વી. નંગ-૦૧, સેટઅપ બોક્ષ, રીમોટ નંગ-૦૨, મળી કુલ રૂા.૩૨,૩૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર- પોરબંદર LCB PI એમ.એન.દવે તથા PSI એન.એમ.ગઢવી, ASI રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, સુરેશભાઇ નકુમ તથા HC રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, PC વિજયભાઇ જોષી, દિલીપભાઇ મોઢવાડીયા, રવિરાજ બારડ, કરશનભાઇ મોડેદરા વિગેરે રોકાયેલ હતા.

Advertisement