પોરબંદર

પોરબંદર ના શીતલા ચોકમા પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે.પરંતુ સાઈનબોર્ડ ન હોવાને કારણે પ્રવાસીઓ કીર્તિમંદિર સુધી વાહન લઈને પહોંચી જાય છે.અને ત્યાર બાદ ફરીથી શીતલા ચોક ખાતે પાર્કિંગ માટે આવે છે.જેથી શીતલા ચોક પાર્કિંગ પાસે આ અંગે ના સાઈન બોર્ડ મુકવા માંગ ઉઠી છે.

મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે.રાજ્ય માંથી તો કેટલાક અન્ય રાજ્યો માંથી વાહન લઈને પ્રવાસીઓ આવતા હોય છે.ત્યારે કીર્તિ મંદિરની મુલાકાતે આવતા હોય ત્યારે શીતલાચોક ખાતે વાહન પાર્કિંગની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.પરંતુ સાઈનબોર્ડ મુકવામાં આવેલ નથી.જેથી પ્રવાસીઓ વાહન કીર્તિમંદિર સુધી લાવે છે.અને પાર્કિંગ માટે જગ્યા શોધે છે.

કીર્તિ મંદિર સામે આવેલા સ્થાનિક વેપારીઓને પાર્કિંગ અંગે પૂરછપરછ કરે છે.અને બાદમાં વાહન પરત લઈ શીતલાચોક સુધી પહોંચે છે.જેથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે.ગાંધીજીના જન્મ સ્થળે મુલાકાતે આવતા પ્રવાસીઓ વાહન પાર્કિંગ માટે ગેરમાર્ગે ન દોરાઈ અને પરેશાન ન થાય તે માટે શીતલાચોક પાસે વાહન પાર્કિંગનું બોર્ડ મુકવા માંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો 

 

Advertisement