પોરબંદર
આજે પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના તથા LCB PI પી.ડી.દરજીના માર્ગદર્શન હેઠળ LCB PSI એચ.એન.ચુડાસમા એલ.સી.બી.સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન HC રવિન્દ્રભાઇ ચાંઉ તથા PC સમીરભાઇ જુણેજા ની હકીકત આધારે પોરબંદર કડીયા પ્લોટ ગાત્રાળ પાન પાસે ઓટા ઉપર થી આરોપી (૧) માલદે ઉર્ફે ભુરો ખીમા બાપોદરા ઉ.વ.૩૨ રહે.કડીયાપ્લોટ મફતીયાપરા પોરબંદર (૨) દેવા વીરમભાઇ ઓડેદરા ઉ.વ.૨૮ રહે.કડીયાપ્લોટ મફતીયાપરા પોરબંદર (૩) હુશેન રજાક બ્લોચ ઉ.વ.૨૮ રહે.જવેરી બંગલાની બાજુમા પોરબંદર વાળા ઓને જાહેરમાં વરલી મટકાના આંકડાઓ ઉપર બેટીંગ લઇ જુગાર રમી રમાડી ,વરલી મટકાના આકડા લખેલ ચિઠી નંગ-૫ તથા બોલપેન તથા રોકડ રૂ.૨૦૫૪૦/ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૨૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૨૫૪૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા વરલી આંકડાનો તમામ વેપાર ભના સરમણભાઇ પરમાર રહે.બળેજ ગામ પાસે કપાત આપતા હોય જેથી તમામ આરોપીઓ વિરૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.

Advertisement