પોરબંદર
પોરબંદર ના ઓડદર ગામે ચાલતી ગેરકાયદેસર ખાણ પર સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગ ને અંધારા માં રાખી જુનાગઢ સાયબર સેલે દરોડો પાડ્યો હતો અને અહીંથી ૪૦ લાખ ની ખનીજચોરી ઝડપી લીધી હતી અને ૨૫ લાખ રૂપિયા ની કીમત નો ચકરડી સહીત નો મુદામાલ પણ કબજે કર્યો છે.

 

જુનાગઢ સાયબર પોલીસ સ્ટેશનના સ્ટાફ ને બાતમી મળી હતી કે પોરબંદર ના વાડી પ્લોટ શેરી નં 5 માં આવેલ કિલેશ્વર કૃપા નામના મકાન માં રહેતો મહેશભાઈ ઉર્ફે મશરી હરભમભાઈ કેશવાલા નામનો શખ્શ ઓડદર ગામે ગોસાબારા સીમ વિસ્તારમાં આવેલ સરકારી પડતર ખરાબાની જમીનમાં લીઝ કે પરવાના વગર ગેરકાયદેસર રીતે લાઇમસ્ટોન કાઢી અને વેંચાણ કરે છે જેથી પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો અને ત્યાં જનરેટર દ્વારા ચકરડી ચલાવી લાઇમ સ્ટોન કાઢવાની પ્રવૃતિ ચાલુ હતી આથી ત્યાં હાજર મહેશ ઉફે મસરી અરભમભાઇ કેશવાલા, તથા ચકરડી તથા જનરેટર ચલાવી રહેલ મૂળ મધ્યપ્રદેશ ના અને હાલ ગોસાબારા ગામે રહેતા પરપ્રાંતીય શ્રમિકો ભારત માનશીંગ નીનામા, પંકજ રમણભાઇ મેળા,રાજુ તુલસીભાઇ વસુમીયાં,રમણ સેંધિયાભાઇ મેળા, મહેશ તુલસીભાઇ વસુનીયા વગેરે ને રંગે હાથ ઝડપી લીધા હતા અને તમામ શખ્સો એ લીઝ પરવાના વગર સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર ખોદકામ કરી સ્થળ ઉપરથી ૩૯,૩૩,૧૬૫ રૂપિયા ની કીમત ના ૭૮૦૩.૯૦ મેટ્રીક ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોનની ખનીજ ચોરી કરી લઇ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે સ્થળ પર થી લાઇમ સ્ટોન ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો કે જેમાં ત્રણ ચકરડી મશીન તથા એક જનરેટર મશીન, વાયર સાથે મળી કુલ ર૫,૦૦,૦૦૦/- નો મુદામાલ પણ કબજે કર્યો હતો.સ્થાનિક પોલીસ અને ખાણખનીજ વિભાગ ને ઊંઘતા રાખી જુનાગઢ સાયબર સેલે ૪૦ લાખ ની ખનીજચોરી ઝડપી લેતા સમગ્ર પંથક માં ચકચાર મચી છે.ઉલ્લેખનીય છે કે પોરબંદર પંથક માં હાલ માં ફરીથી ખનીજચોરો સક્રિય થયા હોય તેમ અગાઉ પણ કેટલીક જગ્યા એ ખનીજચોરી ઝડપાઈ હતી અને હજુ પણ રાતડી, મિયાણી,બળેજ,પાતા સહીત ના ગામો માં રાત્રી ના સમયે બેરોકટોક ખનીજચોરી ચાલુ હોવાનું સમગ્ર પંથક માં ચર્ચાઈ રહ્યું છે.

 

Advertisement