પોરબંદર
પોરબંદર શહેર મધ્યે આવેલ ઐતિહાસિક દિલીપ ગ્રાઉન્ડ ન ફરતે પાલિકા એ જૂની કચરાપેટી અને કાટમાળ નો ઢગલો કરી સમગ્ર વિસ્તાર ને ઉકરડા માં ફેરવી નાખ્યો છે જે નિહાળી શહેર ના ક્રિકેટપ્રેમીઓ અને નાગરિકો દુઃખ ની લાગણી વ્યક્ત કરી રહ્યા છે
પોરબંદર ના રાજવીઓ એ શહેર ની ક્રિકેટ ક્ષેત્રે ઉગતી પ્રતિભા ને પાંગરવાની તક મળે તે માટે ઐતિહાસિક દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ની ભેટ આપી હતી આ ગ્રાઉન્ડ માં અનેક જાણીતા ક્રિકેટરો રમી ચુક્યા છે અને પોરબંદર ના જાણીતા ઔદ્યોગિક ગ્રુપ મહેતા ગ્રુપે ત્રણ કરોડ ના ખર્ચે તેનું નવીનીકરણ પણ કર્યું હતું બાદ માં આ ગ્રાઉન્ડ નું સંચાલન પાલિકા એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ને સોપ્યું છે અને હાલ આ મેદાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન હસ્તક જ છે આ મેદાન ની ફરતે પાલિકા એ ઘણા સમય થી નકામી કચરાપેટી અને ટ્રેક્ટર ની ટ્રોલી નો ખડકલો કર્યો છે ઉપરાંત અલગ અલગ જગ્યા એ થયેલ ખોદકામ નો મલબો પણ અહી જ ચારે તરફ વેર વિખેર હાલત માં ફેકી દેવાયો છે ઉપરાંત પોરબંદર અને છાયા પાલિકા ના મોબાઈલ ટોઇલેટ પણ અહી ઘણા સમય થી પડતર હાલત માં નજરે ચડે છે.મેદાન ની આસપાસ ઝાડી ઝાંખરા અને અઘોચર જેવી સ્થિતિ જોવા મળે છે જેને નિહાળી શહેર ના ક્રિકેટ પ્રેમીઓ અને નાગરિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે મેદાન ના વિકાસ ના બણગા ફૂંકનાર અગ્રણીઓ અહી વ્યવસ્થિત સફાઈ પણ કરાવી શકતા નથી તેવું રોષ સાથે લોકો જણાવી રહ્યા છે અને શહેરભર નો નકામો કાટમાળ અહી ખડકી દેવાયો છે જે તાત્કાલિક દુર કરી અને સમગ્ર વિસ્તાર ની સફાઈ કરાવી અને દવા નો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.