પોરબંદર
પોરબંદર ના આર્ટીસ્ટ મુંબઈ ની વિશ્વ વિખ્યાત જહાંગીર આર્ટ ગેલેરી ખાતે આયોજિત ગ્રુપ શોમાં ભાગ લેશે.
ગુજરાતની આગવી ઓળખ ધરાવતા ગુજરાતના કલાકારો નિયમિત પણે પોતાની કલાપ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ નામાંકિત કલાકારોને એકજ મંચ ઉપર લાવી તેમની વિવિધ કલા પ્રવૃત્તિઓનો જનતાને પરિચય આપાવવા તેમજ કલાકારની વ્યક્તિગત કલાની આગવી ઓળખ ઉભી કરવાના ઉમદા હેતુથી ગુજરના નામાંકિત વરીષ્ઠ અને યુવા કલાકારોના સહિયારા પ્રયાસોથી આગામી તા. ૧૪ થી ૨૦ માર્ચ સુધી હીરજી જહાંગીર આર્ટ ગેલેરી મુંબઈ ખાતે મુંબઈ ની કલાપ્રિય જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.
જેમા આંતરાષ્ટ્રીય આગવી ઓળખ ધરાવતા ગુજરાતના કલાકાર વૃંદાવન સોલંકી, તેમજ ગુજરાતના નામાંકિત 11 કલાકારો ગગજી મોણપરા, ઉમેશ ક્યાડા, મીલન દેસાઈ, અજીત ચૌધરી, નટુ ટંડેલ, નવનીત રાઠોડ, કૈલાસ દેસાઈ,પોરબંદર ના હરદેવસિંહ જેઠવા,સજાદ કપાસી,અજીત ભંડેરી તેમજ રાજેશ મુલીયા પોતાની આગવી શૈલીમાં કલાકૃતિઓ રજૂ કરશે.આ સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના કલાકારોનો સમન્વય જળવાઈ અને એકાબીજાની કલાથી સન્મુખ થવા મહારાષ્ટ્રના આંતરાષ્ટ્રીય સિદ્ધહસ્ત ચિત્રકારોને આ કલા પ્રદર્શનમાં પોતાની અમૂલ્ય કૃતિ રજુ કરવા આ ગૃપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
જેમાં રવી પંરાજપે, પ્રકાશ બાલજોષી તેમજ બાબુભાઈ મિસ્ત્રી આ પ્રદર્શનમાં પોતાની અમૂલ્ય કૃતી રજુ કરશે.મહત્વની વાત એ છેકે ગુજરાતના 11 ચિત્રકારો માંથી પોરબંદરના હરદેવસિંહ પી. જેઠવાના ચિત્રો પણ પસંદગી પામ્યા છે.અને પોરબંદરના આ ચિત્રકારના જહાંગીર આર્ટ ગેલેરી ખાતે ગ્રુપ શોમાં 14 જેટલા ચિત્રો પ્રદર્શિત થશે જેમાં આ ચિત્રકાર દ્વારા બાળકોના જીવન ની થીમ પરના ચિત્રો છે.એટલેકે જૂની અને નવી પેઢીના બાળકોની જરૂરિયાતો માં તફાવત વિશે ચિત્રકૃતિ બનાવી છે.
આ ચિત્રકાર દ્વારા પોતે બનાવેલ ચિત્રોના પોરબંદરમાં 3 જેટલા એસઝીબિશન કર્યા છે અને આ ચિત્રકારે 150 જેટલા ચિત્રો મૌલિક સર્જન કરી કંડારયા છે.18 થી વધુ ગ્રુપ શો કર્યા છે તેમજ 5 જેટલા આર્ટ કેમ્પ કર્યા છે.હરદેવસિંહ જેઠવાને 2020મા લલિતકલા એકાદમી દ્વારા આર્ટ કેટેગરીમાં એવોર્ડ મળેલ છે. દરેક ચિત્રકારનું સ્વપ્ન હોય છેકે મુંબઈના જહાંગીર આર્ટ ગેલેરીમાં પોતાના ચિત્રોનું પ્રદર્શન થાય કારણકે જહાંગીર આર્ટ ગેલેરીમા વર્લ્ડ લેવલના શો યોજાય છે અને અહીં ચિત્રો બનાવ્યા બાદ પ્રદર્શન માટે 4 થી 5 વર્ષે વારો આવે છે ત્યારે પોરબંદરના હરદેવસિંહ જેઠવાના 14 જેટલા ચિત્રો પણ જહાંગીર આર્ટ ગેલેરી ખાતે ગૃપ શોમાં પ્રદર્શિત થશે જે પોરબંદર જિલ્લા માટે ગૌરવની બાબત ગણી શકાશે.
જુઓ આ વિડીયો