Advertisement

પોરબંદર

પોરબંદર ફોરેસ્ટ વિભાગના ગોઢાણા બીટ ના ગાર્ડ તરીકે ફરજ બજાવતા હેતલબેન રાઠોડ તેમજ તેમના રાતડી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિર્તીભાઈ ગોવિંદભાઈ સોલંકી તેમજ ફોરેસ્ટમાં રોજમદાર ટ્રેકર તરીકે ફરજ બજાવતા નાગાજણભાઇ ભુરાભાઈ આગઠ કે જે ગત તારીખ ૧૫/૦૮/૨૦૨૦ ના રોજ બરડા અભયારણ્ય ના વન વિભાગમાં બરડા ડુંગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેના પર વોચ રાખવા પેટ્રોલિંગમાં જતા સાંજ સુધી પરત ન ફરતાં અને તપાસ કરતાં ક્યાંય ન મળતા પોલીસ તંત્ર વિભાગને જાણવાજોગ દાખલ કરવામાં આવેલ. જે અન્વયે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંનદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની નાઓ ની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોરબંદર ગ્રામીણ નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહેલ તથા એલસીબી પી.આઈ એમ.એમ દવે, એસ.ઓ.જી. પી.આઈ કે આઈ જાડેજા એલ.સી.બી પીએસઆઇ એન એમ ગઢવી તથા પેરોલ/ફર્લો સ્કો ડ એસ આઈ એચ સી ગોહિલ તથા એલસીબી. /એસ.ઓ.જી./પેરોલ/ફર્લા સ્કો ડ ની અલગ અલગ ટીમો બનાવી પોરબંદર જિલ્લામાં બગવદર પોલીસ સ્ટેશન માં સુરેન્દ્ર જિલ્લાના પારડી તાલુકાના સેડલા ગામના ગોવિંદભાઇ સોલંકીએ તારીખ ૧૬/૮ના રોજ બગવદર પોલીસ સ્ટેશનને જાણવા જોગ નંબર ૩૯/૨૦૨૦ અન્વયે પોતાની પુત્રવધુ હેતલબેન વા/ઓ. કિર્તીભાઈ ગોવિંદભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૦ તથા પોતાનો પુત્ર કિર્તીભાઈ ગોવિંદભાઈ સોલંકી તથા ફોરેસ્ટ ખાતામાં રોજમદાર તરીકે કામ કરતાં પોરબંદર વાળા નાગજણભાઇ ભુરાભાઈ આગઠ આ ત્રણેય તારીખ ૧૫ ના બપોરના ૧૨ વાગ્યાના સમયે બરડા ડુંગરમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા પેટ્રોલિંગ માટે ગયેલા પરંતુ મોડી સાંજ સુધી પરત આવેલા નહીં તેમજ ત્રણેયના મોબાઈલ પણ બંધ હોય સંપર્ક ન થતાં સગા સંબંધીઓ તથા ફોરેસ્ટ વિભાગ તારીખ ૧૫ ના મોડી રાત સુધી તપાસ કરતા ત્રણેય ગુમ થયેલ વ્યક્તિઓ મળી ન આવતા તે અંગેની જાહે રાત જાણવા જોગ બગવદર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ.
આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુમ થયેલા ત્રણ વ્યક્તિઓને શોધખોળ માટે તા.૧૬/૦૮/૨૦ના રોજ સવારના તાત્કાલિક પોરબંદર જિલ્લાના પોલીસના ૧૦૦થી વધુ અધિકારીઓ/ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ ના માધ્યમથી તેમજ જુનાગઢ થી ખાસ સ્નીફર ડોગ અને ડ્રોન કેમેરાને મદદ લઈ તથા ફરેસ્ટ સ્ટાફ ના માણસો ને સાથે રાખી ઉપરોક્ત ગુમ થનાર વ્યક્તિઓને બરડા ડુંગરમાં કોમ્બિંગ કરી શોધખોળ કરતા તારીખ ૧૭/૦૮/૨૦૨૦ ના વહેલી સવારના બરડા ડુંગરમાં સરવણી વાવ નેશથી દોઢેક કિલોમીટર દૂર ઉડી ઝરમાંથી ગુમ થનાર ત્રણેય વ્યક્તિઓની લાશ મળી આવેલ. આ ત્રણેય વ્યક્તિઓના શરીર પરની બાહ્ય ઇજાઓ જણાતા તાત્કાલિક બરડા ડુંગરમાં બનાવવાળી જગ્યાએ એફ.એસ. એલ. અધિકારી ને બોલાવી તથા મરણ જનાર ત્રણેય વ્યક્તિઓને સ્થળ પરજ ઈન્કવેસ્ટ ભરી પીએમ કરાવવા ની તજવીજ કરી ગુન્હો રજીસ્ટર કરવાની તજવીજ ચાલુ કરેલ .
આ કામે મરણ જનાર હેતલબેન ના પિતા ને તેઓને દીકરી હેતલ તથા તેમના જમાઈ કિર્તીભાઈ અને નાગા ભાઈ આ ત્રણેય લોકો નું મર્ડર એલડી ઓડેદરા નામના ઇસમેં કરેલ હોવાની પૂરેપૂરી શંકા વ્યક્ત કરતા હોય જેઓને વિગતવાર ની ફરિયાદ બગવદર પો.સ્ટે. ગુના રજીસ્ટર નંબર પાર્ટ “એ” ૧૧૨૧૮૦૦૩૨૦૦૪૪૪/૨૦૨૦ આઈ.પી.સી.કલમ ૩૦૨ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ તથા એસ્ટ્રોસીટી એક્ટ ક.૩(૨)(૫) આ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવે અને એલસીબી તથા નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ નાઓ દ્વારા આ કામના શકમંદ/આરોપીને પકડી તેને આ ગુના બાબતે યુક્તિ પ્રયુક્તિ થી ઊંડાણ પૂર્વક ઝીણવટ ભરી પૂછપરછ કરતા શકમંદ /આરોપી આરોપી પડેલ સદર ગુરુ હા બાબતે ત્રણેય વ્યક્તિઓનું મર્ડર તેણે પોતે કરેલા ની કબુલાત આપી છે.

જુઓ આ વિડીયો 

*પ્રાથમિક તપાસ દરમિયાન ખોલવા પામેલ હકીકત*
ત્રિપલ મર્ડર કેસના ગુનાના આરોપી લખમણ દેવશી ઓડેદરા ઉ.વ.૨૩ વિસાવાડા ફોરેસ્ટ ગાર્ડ બીટ માં નોકરી કરતા અને હાલ પોરબંદર આશાપુરા ચોકડી ફોરેસ્ટ ક્વાટર વાળા ને પકડી પાડી આરોપીને વિગતવાર પુછપરછ કરતાં ત્રણેય ત્રીપલ મર્ડર નું કારણ જાણવા મળે છે કે આરોપી લખમણ દેવશી ભાઈ ઓડેદરા તથા હેતલબેન બંને અગાઉ સને ૨૦૧૭ માં સાથે નોકરી કરતા હોય તે દરમિયાન બંને સંપર્કમાં આવેલ અને આરોપી લખમણ ઓડેદરા તરફથી આ મિત્રતાને વધુ ગાઢ સંબંધ બનાવવા માગતો હોય જે બાબતની લખમણ ઓડેદરાની પત્ની મંજુબેનને જાણ થતાં છેલ્લા બે વર્ષથી મંજુબેન અને આરોપી લખમણ ઓડેદરા વચ્ચે આ બાબતે અવાર-નવાર બોલાચાલી અને ઘરમાં કંકાસ થતો હતો અને ઘણીવાર આરોપીના પત્ની મંજુબેન અને હેતલબેન વચ્ચે પણ આ બાબતે બોલાચાલી થતી હતી. અને છેલ્લા વીશેક દિવસ પહેલા પણ આ પ્રકારે આરોપીના પત્ની મંજુબેન તથા હેતલબેન વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલ અને હેતલબેન એ લખમણ ઓડેદરાના પત્ની મંજુબેનને ધાક ધમકી આપી હતી. જે વાત લખમણ ઓડેદરા ને તેની પત્ની મંજુબેન ને કરતા આ બાબતેની દાઝ રાખી આરોપીએ અગાઉથી હેતલબેન તથા તેના પતિ કિર્તીભાઈ ને મારી નાખવા સારું પ્રી પ્લાન કરેલ હોય જેથી આરોપીને પોતાને દારૂની ભઠ્ઠીની હકીકત છે તેવું નાગાભાઈ દ્વારા હેતલબેન ને જણાવી મરણ જનાર ત્રણેય જણાને બરડા ડુંગરમાં ગેરકાયદેસર ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ભાંગવા સારુ સાથે લઈ જઈ તકનો લાભ લઇ આ ક્રૂર-હત્યાને અંજામ આપેલ. અને આરોપીએ પોતાની સાથે લઇ ગયેલ ગેડીયા થી માથાના ભાગે માર મારી ત્રણેય વ્યક્તિનું મોત નિપજાવી હોવાનું જણાવેલ.
*હત્યા કેવી રીતે કરી*
આરોપીએ પહેલેથી જ પ્રિપ્લાન બનાવી મરણ જનાર ત્રણેય ને બરડા ડુંગરમાં ગેરકાયદેસર ચાલતી દારૂ બનાવવાની ભઠ્ઠી તોડવા માટે બોલાવેલ અને હેતલબેન નીચે રોકાયેલા. અને તેઓના પતિ કિર્તીભાઈ અને નાગા ભાઈ તથા આરોપી લખમણ આ ત્રણેય જણા બરડા ડુંગરમાં ઉપર ભઠ્ઠી ભાંગવા ગયેલા તે દરમિયાન આરોપીએ નાગા ભાઈ ને અન્ય જગ્યાએ ભઠ્ઠી શોધવા મોકલ અને તે હેતલબેન ના પતિ કિર્તીભાઈ સાથે થોડે દૂર ચાલતા ભઠ્ઠી શોધવા ગયેલ તે દરમિયાન તકનો લાભ લઇ આરોપીએ પોતાની પાસે રાખે ગેડિયા વડે પહેલા હેતલબેન ના પતિ કિર્તીભાઈ ના માથાના પાછળના ભાગે જોરથી ફટકા મારી મોત નિપજાવેલ. ત્યારબાદ નાગાભાઈ પાસે જઈ તેને પણ ગેડિયા વડે માથાના પાછળના ભાગે જોરથી ફટકા મારી તેનું પણ મોત નીપજાવેલ અને આરોપી ત્યાંથી નીચે જતો હતો.ત્યારે સામેથી હેતલબેન ચાલીને આવતા હોય તેની પાસે જઈ હેતલબેન ને પણ આરોપીએ તેની પાસે રહેલ ગેડિયા વડે માથાના ભાગે જોરથી ફટકા મારી તેનું પણ મોત નિપજાવી ત્યાંથી નીકળી ગયેલ. આવી કેફિયત આપ્યા બાદ ત્રિપલ મર્ડર કેસના આરોપી લખમણભાઇ દેવશીભાઈ ઓડેદરા ને હાલમાં કોવિડ-૧૯ ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને તેમનો રિપોર્ટ આવ્યા બાદ તેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ આજે ડીએસપી પોરબંદર એ બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી.
ત્રીપલ મર્ડર કેસના આરોપીને પકડવામાં પોરબંદર એલ.સી.બી. ના પી.આઇ .એમ. એન. દવે, એસ.ઓ.જી.ના પી.આઇ. કે.આઈ. જાડેજા, એલસીબીના પીએસઆઇ એન.એમ. ગઢવી તથા પેરોલ ફર્લાં એસ આઈ. એચ સી ગોહેલ તથા એલ.સી.બી./ એસ. ઓ.જી/પેરોલ ફર્લો પોલીસ સ્ટાફ રોકાયેલા હતા
હત્યારા લખમણ ની પત્ની મંજુબેન પીજીવીસીએલનાં કોસ્ટલ ડીવીઝન માં ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે
પકડાય નહી તે માટે હત્યારા ક્યાય પોતાનો ફોન નો ઉપયોગ ન કર્યો : અનેક સાવધાની રાખી હતી પરંતુ તમામ નાકામ
પત્ની સાથે હેતલ નાં ઝઘડા બાદ લખમણે હેતલ નું ઢીમ ઢાળી દેવાનું મનોમન નક્કી કર્યું હતું અને તેના માટે યોગ્ય સમય શોધતો હતો તે દરમ્યાન ૧૫ ઓગસ્ટ નાં દિવસે રજા હોવાથી તેણે પક્ષી અભયારણ્ય નાં એક કર્મચારી નાં મોબાઈલ માંથી નાગા ને ફોન કરી હેતલ ની બીટ માં દારૂ ની ભઠ્ઠી ચાલતી હોવાથી જંગલ માં જવાનું કહ્યું હતું ત્યાર બાદ નાગા નાં ફોન માં થી જ હેતલ ને પણ જંગલ માં જવાનું જણાવ્યું હતું આથી હેતલ તેના પતી સાથે કાર માં જંગલ માં પહોંચી હતી જ્યારે લખમણ તથા નાગો બાઈક માં ત્યાં ગયા હતા લખમણે એટલી સાવધાની રાખી હતી કે સમગ્ર બનાવ માં ક્યાય પોતાના મોબાઈલ નો ઉપયોગ જ કર્યો ન હતો અને જંગલ માં ગયો ત્યારે પણ પોતાનો ફોન ઘરે જ રાખી ને ગયો હતો જેથી તેનું લોકેશન ઘર નું જ આવે પરંતુ હેતલબેને પોતે એલ ડી ઓડેદરા સાથે દારૂ ની ભઠ્ઠી તોડવા જંગલ માં જતા હોવાની જાણ અન્ય એક વનકર્મી ને કરી હતી અને જંગલ માંથી પણ લખમણ સાથે જ હોવાની વાત ફોન માં તેની માતા તથા વનકર્મી ને કરી હતી જેથી હત્યારો લખમણ જ હોવાનું પોલીસ ને શરુઆત થી જ શંકા હતી
હત્યા કરી ઘરે આવી પાછા જંગલ માં જઈ ત્રણેય ની શોધખોળ માં કરી મદદ
હત્યારા લખમણે પૂર્વ આયોજિત કાવતરું ઘડી ને ત્રણેય ની ઠંડા કલેજે કરપીણ હત્યા કર્યા બાદ પોતાના ઘર એઅવી ગયો હતો અને રાત્રી નાં સમયે હેતલબેન સહીત ત્રણેય ગુમ થયા ની જાણ તેને કરવામાં આવતા લખમણ પોતે પણ વન વિભાગ નાં અધિકારીઓ સાથે જ જંગલમાં જઈ મોડી રાત સુધી ત્રણેય ની શોધખોળ નું નાટક કર્યું હતું
હેતલ નાં ગર્ભ માં જુડવા બાળક :ડીએનએ ટેસ્ટ પણ થશે
મૃતક હેતલ નાં ગર્ભ માં જુડવા બાળક હોવાનું પણ સામે આવ્યું છે અને તેનો ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે તેવું જીલ્લા પોલીસવડા ડો સૈનિ એ જણાવ્યું હતું .

હત્યારા લખમણ નો ફાઈલ ફોટો
ત્રણેય મૃતક ની ફાઈલ તસ્વીર
Advertisement