પોરબંદર
કહેવત છે ને કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને સાર્થક કરી છે પોરબંદર નજીકના પંખીના માળા જેવડા પારાવાડા ગામની ખેડૂત પુત્રીએ. પોરબંદર નજીકના પારાવાડા ગામે ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સામતભાઈ સીડાની પુત્રી લીલુબેન હાલમાં પાઈલોટની તાલીમ લઈ રહી છે, ટૂંક સમયમાં તેઓ પાઈલોટની તાલીમ પુરી કરી આકાશને આંબશે. લીલુબેન ધોરણ ૫ થી ૧૨ સુધી પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસમાં અભ્યાસ કરી ત્યાર બાદ કોમર્શિયલ પાઈલોટ તરીકેના અભ્યાસ માટે અમદાવાદ ખાતે એવીએશન એન્ડ એરોનોટીકલ ફાલાઈગ કલબમાં એડમીશન લીધું હતું. તેઓએ તાલીમ દરમ્યાન હાલમાં ટુડન્ટસ પાઈલોટ લાઈસન મેળવી ટ્રેનિંગ માટે આકાશમાં વિમાન ઉડાવી રહી છે. હવે આગામી ૧૦૦ કલાકની તાલીમ પુર્ણ કરી ત્યાર બાદ ઓફિસીયલ રીતે કોમર્શિયલ પાઈલોટ તરીકે આકાશમાં વિમાન ઉડાવશે.
આમ પોરબંદર વિસ્તારના હળ ચલાવતા એક સામાન્ય ખેડુતની પુત્રી પાઈલોટ બની આકાશમાં વિમાન ઉડાવવા જઈ રહી છે, ત્યારે મહેર સમાજ અને સમગ્ર પોરબંદર વિસ્તાર માટે ગૌરવની વાત છે. લીલુબેન સીડાએમેળવેલી આ સફળતા માટે જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ અને બરડા સમાજિક વિકાસ સમિતિનાઉપપ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયાએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં.