પોરબંદર
પોરબંદર નજીક ના ઓડદર ગામે આજે બપોર ના સમયે એક મહિલા ની તલવાર ના ઘ ઝીંકી હત્યા નિપજાવામાં આવી હતી હત્યા કર્યા બાદ હત્યારા એ પણ ગળેફાંસો ખાઈ આપઘાત નો પ્રયાસ કરતા તેને પણ સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો
પોરબંદર નજીક ના ઓડદર ગામે મહાજન ફળિયા વિસ્તાર માં આવેલ મોમાઈ માતાજી ના મંદિર સામે રહેતા રજુ દેવશીભાઈ આંત્રોલીયા (ઉવ ૨૮)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની માતા લાભુબેન (ઉવ ૫૨)ને અગાઉ તે જ ગામ માં રહેતા ભૂરા લાખા ઓડેદરા (ઉવ ૨૮)નામના શખ્શ સાથે પ્રેમ સબંધ હતો જે સબંધ તેની માતા એ તોડી નાખતા ભૂરા ને ગમ્યું ન હતું આથી આજે બપોરે શંકર મંદિર વાળી ગલી માં ભૂરો તલવાર લઇ અને ઉભો હતો અને લાભુબેન સાથે બોલાચાલી કરી અને તલવાર વડે ગળા પર ઈજા કરી હત્યા નીપજાવી હતી હત્યા કર્યા બાદ ભૂરા એ પણ ગળેફાંસો ખાઈ આપઘાત નો પ્રયાસ કરતા તેને પણ સરકારી હોસ્પીટલે સારવાર માં ખસેડાયો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાવ ના પગલે સમગ્ર પોરબંદર પંથક માં ચકચાર મચી છે

મૃતક લાભુબેન

હત્યા કરનાર ભૂરા