પરેશ નિમાવત,માધવપુર
પોરબંદર નજીકના ગોરસર ગામે આવેલ મામા પાગલ આશ્રમ માં રહેતા 65 જેટલા પરમહંસો પણ સરકાર દ્વારા દેશ કોરોના ની મહામારી ને લઈને લોકડાઉન કરવા માં આવ્યું તેનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે

Advertisement

પોરબંદર નજીક ના ગોરસર રોડ ઉપર મામા પાગલ આશ્રમ આવેલ છે .વણઘાભાઈ લખમણભાઈ પરમાર વર્ષો થી આ આશ્રમ નું સંચાલન કરી રહ્યા છે આ આશ્રમ ખાતે થી મોટી સંખ્યા માં પરમહંસો ને સાજા કરી ને પોતાના વતન પણ મોકલવા માં આવ્યા છે.વણઘાભાઈ પરમાર દ્વારા જણાવવા માં આવ્યું છે કે હાલ દેશ ભર માં કોરોના મહામારી ને કારણે આખા દેશ માં લોકડાઉન જાહેર કરવા માં આવ્યું છે ત્યારે અમારા આશ્રમ ના પરમહંસો પણ લોકડાઉન નું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે આ પરમ હંસો ના દરરોજ 8 થી 10 વાર હેન્ડવોશ થી હાથ સાફ કરાવવા માં આવે છે સાથે વારંવાર હાથ સેનીટાઈઝર થી સેનીટાઈઝ કરવા માં આવે છે તથા દરરોજ 2 વખત સ્નાન પણ કરાવવા માં આવે છે સાથો સાથ સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાય રહે તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા માં આવે છે તથા આશ્રમમાં લોકડાઉન દરમ્યાન બહાર ન લોકો માટે આશ્રમ નો પ્રવેશ પણ બંધ રાખવા માં આવ્યો છે આ પરમહંસો ને સમયસર સારી ગુણવત્તા વાળું ભોજન આપવા માં આવે છે. સાથો સાથ તમામ લોકો ને દવાઓ આપવા માં આવે અને રૂટિન ચેકઅપ પણ કરાવવા માં આવે છે અને આ રીતે તેઓના સ્વાસ્થ્ય નું સંપૂર્ણ રીતે ધ્યાન પણ રાખવા માં આવે છે સાથો સાથ વણઘા ભાઈ પરમાર દ્વારા એવી પણ અપીલ કરવા માં આવી છે કે પરમહંસો દ્વારા જો સરકાર ના આદેશ નું પાલન કરવા માં આવે છે તો દેશ ના લોકો દ્વારા સરકાર ના આદેશ નું પાલન કરવું જોઈએ અને જરૂરિયાત વગર ઘરની બહાર નીકળવું જોઈએ નહીં.કોરોના સામે દેશના તમામ લોકો એક થઈને સરકારના આદેશને સંપૂર્ણપણે પાલન કરવું જોઇએ તો જ આપણે આ કોરોના મહામારીના જંગ ને જીતી શકીશું
જુઓ આ વિડીયો

Advertisement